લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

સૂર્યકુમાર અને શુભમન OUT, વૈભવ IN? એશિયન ગેમ્સ BCCIએ જાહેર કર્યું 30 ખેલાડીનું લિસ્ટ | Asian Games 2026: BCCI Announces 30 Player List Suryakumar Gill Out Vaibhav In

by

Thenewsdk

Updated: 30-05-2026, 07.25 PM

Follow us:

સૂર્યકુમાર અને શુભમન OUT, વૈભવ IN? એશિયન ગેમ્સ BCCIએ જાહેર કર્યું 30 ખેલાડીનું લિસ્ટ | Asian Games 2026: BCCI Announces 30 Player List Suryakumar Gill Out Vaibhav In



photo 1780149346567

Asian Games 2026, BCCI Indian Team T20 Squads : એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાનારી આ સ્પર્ધા માટે 30 ખેલાડીઓની સંભવિત યાદી ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને સોંપવામાં આવી છે.

સૂર્યા-ગિલની બાદબાકી, વૈભવની એન્ટ્રી !

આ યાદીમાં સૌથી મોટો નિર્ણય 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી અને વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની બાદબાકીનો છે. વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી પ્રભાવિત કરીને આ સ્થાન મેળવ્યું છે, જ્યારે સૂર્યકુમાર યાદવ અને ટેસ્ટ-વનડે કેપ્ટન શુભમન ગિલને બહાર રાખવામાં આવ્યા છે.

સંજોગોના કારણે બનાવવી પડી બે T20 ટીમ

આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે, ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને એશિયન ગેમ્સનો ક્રિકેટ ટૂર્નામેન્ટ એક જ સમયે યોજાવાના છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન 3 વનડે અને 5 T20 મેચોની સિરીઝ રમાશે, જ્યારે એશિયન ગેમ્સનો મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ચાલશે. આ સંજોગોમાં સિલેક્ટર્સે બે અલગ-અલગ T20 ટીમ બનાવવી પડી રહી છે.

આ પણ વાંચો : ‘જો અમારા ખેલાડીઓનો સામનો થયો તો…’ વૈભવ સૂર્યવંશીના પાકિસ્તાનીઓએ કર્યા વખાણ, આપ્યું નવું નામ

ગિલ વન-ડે સંભાળશે

શુભમન ગિલ વનડે ટીમની કેપ્ટનશીપ સંભાળવાના હોવાથી તેમને આ યાદીમાં રાખવામાં આવ્યા નથી. બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર સૂર્યકુમાર યાદવ હવે 2028 ઓલિમ્પિક અને આગામી T20 વર્લ્ડ કપની લાંબા ગાળાની યોજનાઓનો ભાગ નથી, તેથી તેમનું નામ પણ બાકાત રાખવામાં આવ્યું છે.

કેપ્ટનશીપના 3 મુખ્ય દાવેદારો

એશિયન ગેમ્સની ટીમમાં કેપ્ટનશીપના મુખ્ય દાવેદારોમાં શ્રેયસ અય્યર, સંજુ સેમસન અને તિલક વર્મા સામેલ છે. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનું નામ યાદીમાં હોવા છતાં 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીઓને કારણે તે સમયે તેમની પ્રાથમિકતા વન-ડે ક્રિકેટ હોઈ શકે છે. આ ઉપરાંત હર્ષિત રાણાને ફિટનેસ વાપસીની આશા સાથે ટીમમાં સ્થાન અપાયું છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને હર્ષ દુબેનો સમાવેશ થાય છે, જેમાંથી માત્ર બે ખેલાડીઓ જ એશિયન ગેમ્સની ટીમમાં જશે અને બાકીના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો હિસ્સો બનશે. હોંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને પણ તાજેતરનું પ્રદર્શન ખાસ ન હોવા છતાં આ યાદીમાં જગા મળી છે.

આ પણ વાંચો : VIDEO : સાઈ સુદર્શનનું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ થઈ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ

30 સંભવિત ખેલાડીઓની યાદી

BCCI દ્વારા મોકલવામાં આવેલી 30 સંભવિત ખેલાડીઓની સંપૂર્ણ યાદીમાં યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ણા, વરુણ ચક્રવર્તી, અનુકૂળ રોય, આયુષ બદોની, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ, ખલીલ અહેમદ, ઋતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, શાહબાઝ અહેમદ, શિવમ દુબે, વિપરાજ નિગમ, હર્ષિત રાણા, યશ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤