લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘રોલ મોડેલ’ | Organic banana farming success story of Surat farmer

by

Thenewsdk

Updated: 30-05-2026, 08.12 PM

Follow us:

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘રોલ મોડેલ’ | Organic banana farming success story of Surat farmer



Organic Banana Farming Success Story, Surat: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના વતની કલ્પેશ પટેલે પિતાના અવસાન પછી વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી.  તેમની કેળાની ખેતી જોવા માટે સમગ્ર દેશમાંથી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો સરસ ગામ આવે છે. તેઓ 50થી વધુ જાતના કેળાની ખેતી કરતા હોવાથી દેશના ખેડૂતો માટે ‘રોલ મોડેલ’ બન્યા છે.

પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા કલ્પેશ પટેલે  રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી

કલ્પેશ પટેલ સુરત ખાતે આવેલી ફેક્ટરીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમના પિતા રમણભાઇ પટેલનું કેન્સરમાં અવસાન થયા પછી કલ્પેશ પટેલના જીવનમાં એક વળાંક આવ્યો. પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા તેમણે જીવનમાં ગાંઠ વાળી હતી કે, હવે પછી ક્યારેય ખેતરમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નહીં કરે. ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપી કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી.

કલ્પેશ પટેલ વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી અપનાવી અને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. જેમાં તેઓ પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત બનાવતા શીખ્યા અને તેમણે એક નવી શરૂઆત કરી.

કેળાની વિવિધ જાતોની ખેતી અને ઉત્પાદનમાં દેશમાં રોલ મોડેલ બન્યા

કલ્પેશ પટેલને વારસામાં આઠેક વીધા જમીન મળી છે. સાડા ત્રણ વીઘા જમીનમાં તેમણે 50થી વધુની જાતના કેળાનું વાવેતર કર્યું છે. જેમાં પુવન, આધાપુરી, રસ થલી, લાલ કેળ,  બ્લુ જાવા, બસરાઈ,  મહાલક્ષ્મી અને એલચી કેળા વગેરેનો સમાવેશ થાય છે.

કેળાની વિવિધ જાતોની સાથે સાથે તેમણે ઉત્પાદનમાં પણ રેકોર્ડ સર્જ્યો છે. વર્ષ-2025માં તેમના ખેતરમાં એક કેળાની લૂમનું વજન 73 કિલો હતું. સામાન્ય રીતે કેળાની એક લૂમનું વજન 20 થી 30  કિલો જેટલુ હોય છે. પણ કલ્પેશ પટેલની વાડીમાં કેળા પર સરેરાશ એક લૂમનું વજન 30 કિલોથી વધુ હોય છે.

જીવનનો વળાંક અને નવા પ્રયોગો

કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું કારણ આપતા કહે છે કે, “મારા પિતાજીને જ્યારે કેન્સર થયું ત્યારથી જ મને હતું કે, હવે કેમિકલ ફર્ટિલાઇઝરના ઝેરમાંથી આપણે મુક્ત થવું પડશે અને ધરતી માતાને પણ આ ઝેરમાંથી મુક્ત કરવી પડશે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. પિતા ખેતી કરતા ત્યારે ખેતરમાં ખૂબ જંતુનાશક દવાઓ નાંખતા અને તેમના આખા શરીરમાંથી એ દવાની દુર્ગંધ આવતી. પણ હું ખેતી કરતો નહીં એટલે તેમને કશુ કહેતો નહીં. પ્રાકૃતિક ખેતીને કારણે એક વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો કેમિકલ ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓનો ખર્ચ બંધ થઇ ગયો. વળી, જમીન સુધરતા કેળાનું પુષ્કળ ઉત્પાદન વધવા લાગ્યું, દર વર્ષે સાડા ત્રણ વીઘાના ખેતરમાં કેળાની ખેતીથી 10 થી 12 લાખ રૂપિયાની આવક થાય છે.’’



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤