લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદ: ડી કેબિન વિસ્તારમાં મેગા ડિમોલિશન, જાણીતી સ્કૂલની બિલ્ડિંગના ભાગ સહિતના ગેરકાયદે દબાણો તોડી પડાયા | AMC West Zone demolition drive Commercial and Residential Illegal Properties Razed Down in Ahmedabad

by

Thenewsdk

Updated: 30-05-2026, 06.14 PM

Follow us:

અમદાવાદ: ડી કેબિન વિસ્તારમાં મેગા ડિમોલિશન, જાણીતી સ્કૂલની બિલ્ડિંગના ભાગ સહિતના ગેરકાયદે દબાણો તોડી પડાયા | AMC West Zone demolition drive Commercial and Residential Illegal Properties Razed Down in Ahmedabad



AMC D Cabin Road Demolition: અમદાવાદ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા રહેતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાંના ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. AMCની ડિમોલિશનની કાર્યવાહી હેઠળ શનિવારે(30 મે) પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડી કેબિન વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. આ વિસ્તારમાં 24 મીટરનો વાઈડ રોડ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે, ત્યારે નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી દરમિયાન ડી કેબિન રોડ પરની ‘IP ઇંગ્લિશ સ્કૂલ’ની બિલ્ડિંગનો ભાગ એસ્ટેટ વિભાગની ટીમે તોડી પાડ્યો હતો.

અમદાવાદના ડી કેબિન રોડ પર ડિમોલિશાન

અમદાવાદમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન એસ્ટેટ વિભાગની ટીમે શહેરના ડી કેબિન રોડ પરની ‘IP ઇંગ્લિશ સ્કૂલ’ની બિલ્ડિંગનો એક ભાગનું દબાણ દૂર કર્યું હતું. આ અંગે અગાઉથી જ સ્કૂલ પ્રશાસનને કાયદેસરની નોટિસ આપી જાણ કરાઈ હોવાના અહેવાલ છે. જ્યારે સ્કૂલની સાથે-સાથે આ વિસ્તારમાં રોડની સાઇડમાની કેટલીક ગેરકાયદે કોમર્શિયલ અને રહેણાંક મિલકતો ખાતે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિયો

ડિમોલિશાનની કામગીરી દરમિયાન JCB મશીન સહિત અન્ય વાહનો અને દબાણ દૂર કરતા નીકળતા કાટમાળને પગલે સ્થળ પર અકસ્માત કે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને તંત્ર દ્વારા ડી કેબિનથી લઈને વાળીનાથ ચોક સુધીનો રોડ સામાન્ય વાહનચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિકને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરાયો હતો. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤