લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ | 21 year old accused of committing indecent act with 10 year old child gets life imprisonment

by

Thenewsdk

Updated: 30-05-2026, 03.21 PM

Follow us:

10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ | 21 year old accused of committing indecent act with 10 year old child gets life imprisonment



Vadi : વાપીના છીરી ગામે ગાલા મસાલા વિસ્તારમાં આવેલી ચાલીની રૂમમાં યુવાને પાડોશી 10 વર્ષીય બાઈક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. આ ગંભીર ગુનામાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે રૂ.20 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનનાર બાળકને રૂ.2 લાખ વળતર ચુકવવા પણ હુકમ કર્યો છે.

કેસની વિગત એવી છે કે વર્ષ 2024માં વાપીના છીરી ગામે ગાલા મસાલા વિસ્તારમાં રહેતો બાલાજી ઉર્ફે મોનીયા સંજયભાઈ પટેલ (ઉ.વ.27) ગઇકાલે રવિવારે પાડોશમાં રહેતા 10 વર્ષીય બાળકને લલચાવી સાથે લઇ ગયો હતો. બાદમાં ચાલીની રૂમમર્મા લઇ ગયા બાદ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. આ ગંભીર કૃત્ય અંગે રહીશોએ બાળકના પરિવારને જાણ કરાઇ હતી. પરિવારજનો સહિત લોકો દોડી ગયા બાદ બાલાજીને પકડી પાડયો હતો.

પરિવારે બાળકની પૂછપરછ કરતા બાલાજીનું ગંભીર કૃત્ય બહાર આવતા પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઇ હતી. બાદમાં પોલીસે બાલાજીની ધરપકડ કરી જેલભેગો કરી ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ ભોગ બનનાર બાળક, પરિવારજનો સહિત લોકોની જુબાની, મેડિકલ રિપોર્ટ સહિતના સજ્જડ પુરાવા સાથે આરોપીને કડકમાં કડક સજા કરવા ધરદાર દલીલો કરી હતી. જજ એચ.એન.વકીલે આરોપી બાલાજી પટેલને તકસીરવાર ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂ.20 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે ભોગ બનનાર બાળકને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.2 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

આરોપીને અગાઉ દુષ્કર્મ કેસમાં પણ સજા કરાઇ હતી

વાપી કોર્ટે બાળક સાથે ખોટુ કરવાના કેસમાં આરોપીને બાલાજી પટેલને આજીવન કેદની સજા કરી છે. આ આરોપીએ આરોપી 6 વર્ષની બાળકીના કપડા કાઢી ગાલ ઉપર ચુંબન કરી શારીરિક છેડતી કરી હતી. જે કેસમાં પણ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો હતો. વાપી કોર્ટે આરોપી બાલાજી પટેલને કસુરવાર ઠેરવી સાડા ત્રણ વર્ષની કેદની સજા કરી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤