લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India’s waste to emit 119 5 metric tons of carbon dioxide by 2047

by

Thenewsdk

Updated: 31-05-2026, 05.40 AM

Follow us:

ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India’s waste to emit 119 5 metric tons of carbon dioxide by 2047



– દેશના શહેરો રોજનો 1.71 લાખ ટન કચરો ઠાલવે છે

– કચરાનું 100 ટકા કલેકશન અને પ્રોસેસિંગ કરાય તો સરકારને 62 અબજ ડોલરની કમાણી થઈ શકે 

નવી દિલ્હી : ભારતમાં કચરાના લીધે ૨૦૪૭ સુધીમાં ૧૧૯.૫ ટન કાર્બન ડાયોકસાઇડે વાતાવરણમાં ઠલવાતા પ્રદૂષણ વધશે તેમ મનાય છે, આવું નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે અડધા ઉપરાંતના ઘન કચરા પર કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી અને તે ડમ્પ સાઇટ્સ પર જાય છે, એમ પ્રકાશિત કરવામાં આવેલા નવા અહેવાલમાં જણાવાયું છે.  

આ અહેવાલ મુજબ ૧૯૯૪થી ૨૦૨૦ દરમિયાન કચરાના પ્રદૂષણમાં ૨૨૬ ટકા વધારો થયો હતો, આજે કચરો ભારતમાં પ્રદૂષણના મહત્ત્વના સ્ત્રોતોમાં એક બની ગયો છે.  દિલ્હી સ્થિત થિન્ક ટેન્ક ઓર્ગેનિક વેસ્ટ સર્ક્યુલર ઇકોનોમી ફોર વિકસિત ભારતનન્ટાઇટલ સાથે એનર્જી, પર્યાવરણ અને જળ પરિષદે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. 

ભારતીય શહેરોમાં હાલમાં પ્રતિ દિન ૧.૭૧ લાખ ટન ઘન કચરો પેદા કરે છે, તેમાથી લગભગ અડધો ઓર્ગેનિક છે. તેમાથી કુલ ૬૧ ટકા મ્યુનિસિપાલિટી કચરાનું પ્રોસેસિંગ થાય છે. ૨૦૪૭ સુધીમાં અર્બન ઓર્ગેનિક મ્યુનિસિપલ વેસ્ટ એટલે કે કચરો દર વર્ષે ૨૦.૮ કરોડ ટન પર પહોંચી જશે, એમ અહેવાલે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે તેના પર અસરકારક રીતે પ્રોસેસિંગ કરાય તો આ કચરાનું કમ્પોસ્ટ, બાયોગેસ અને બાયોમિથેનમાં રૂપાંતર કરી શકાય. તેના લીધે પોષકતત્વો, પ્રદૂષિત મિથેન, રાસાયણિક ખાતરોનો વિકલ્પ મેળવી શકાય અને ભારતના સ્વચ્છ ઉર્જા તરફના રૂપાંતરણને સમર્થન આપે છે, એમ તેમણે ઉમેર્યુ હતુ. જો ભારત ૨૦૪૭ ઓર્ગેનિક મ્યુનિસિપલ વેસ્ટના ૧૦૦ ટકા કલેકશન અને ૧૦૦ ટકા પ્રોસેસિંગ કરી શકે તો તેનું બાયોમિથેનેશન કરીને ૬૨ અબજ ડોલરની આવક સરકારને થઈ શકે અને ૧૦૧ મેટ્રિક ટન કાર્બનડાયોકસાઇડનું પ્રદૂષણ અટકાવી શકે, એમ અહેવાલમાં જણાવાયું હતું. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤