લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmos Deal Confirmed: India To Supply Supersonic Missiles To China Rivals

by

Thenewsdk

Updated: 30-05-2026, 11.35 PM

Follow us:

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmos Deal Confirmed: India To Supply Supersonic Missiles To China Rivals



India-Vietnam Brahmos Missile Deal : સિંગાપોરમાં યોજાયેલા એશિયાના સૌથી મોટા સુરક્ષા સંમેલન ‘શાંગરી-લા ડાયલોગ’માં ભારતના ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, વિયેતનામ સાથે બ્રહ્મોસ મિસાઈલની ડીલ સાઈન થઈ ચૂકી છે, જેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

ઈન્ડોનેશિયા સાથે પણ ડીલની તૈયારી

તેમણે કહ્યું કે, આ ઉપરાંત ઈન્ડોનેશિયા સાથે પણ આ મિસાઈલ ખરીદવા અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવાયેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’ ખરીદનારો પ્રથમ વિદેશી દેશ ફિલિપિન્સ હતો, જેણે 2022માં આશરે 375 મિલિયન ડોલર (અંદાજે 3,100 કરોડ રૂપિયા)માં આ સિસ્ટમ ખરીદી હતી. હવે વિયેતનામ અને ઈન્ડોનેશિયા પણ આ યાદીમાં જોડાશે, જોકે તેમની સાથેના કરારની રકમ હજુ જાહેર કરવામાં આવી નથી.

ચીનને જે દેશો સાથે વિવાદ, તેની સાથે ભારતની ડીલ !

સાઉથ ચાઈના સીમાં ફિલિપિન્સ, વિયેતનામ અને અન્ય ASEAN દેશોનો ચીન સાથે દરિયાઈ સરહદ અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ ભૌગોલિક અને વ્યાપારીક દ્રષ્ટિએ મહત્ત્વના વિસ્તારમાં વ્યૂહાત્મક સંતુલન જાળવવા માટે ભારત આ દેશોને બ્રહ્મોસ મિસાઈલ પૂરી પાડી રહ્યું છે. ડિફેન્સ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું કે ભારત માત્ર એવા જ દેશો સાથે પોતાની અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી શેર કરે છે જેના પર તેને પૂર્ણ ભરોસો હોય. ભારત ASEAN સંગઠનના તમામ 11 દેશોને પોતાના મિત્ર માને છે.

આ પણ વાંચો : VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો જીવ

ભારતની 3 સરકારી સંરક્ષણ કંપનીઓ વિશ્વની ટોચ-100માં

ભારતમાં ખાનગી કંપનીઓ, MSME અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળવાને કારણે ઉત્પાદન ક્ષમતા વધી છે. હાલ દેશના કુલ સંરક્ષણ ઉત્પાદનમાં સરકારી કંપનીઓનો હિસ્સો 72 ટકા અને પ્રાઈવેટ સેક્ટરનો હિસ્સો 28 ટકા છે. ભારતની 3 સરકારી સંરક્ષણ કંપનીઓ વિશ્વની ટોચની 100 હથિયાર ઉત્પાદક કંપનીઓમાં સ્થાન ધરાવે છે. મિસાઈલ, ફાઈટર જેટ અને યુદ્ધ ટેન્ક ક્ષેત્રે સ્વનિર્ભર બન્યા બાદ હવે ભારત જમીન, હવા અને સમુદ્ર ત્રણેય ક્ષેત્રો માટે પ્રોપલ્શન ટેકનોલોજી મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આ પણ વાંચો : VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤