![]()
– બોલિવુડને નવું કશું સૂઝતું જ નથી
– ઊંચા લંબા કદ ગીત અક્ષય કુમાર અને દિશા પટાણી પર ફિલ્માવાયું છે
મુંબઇ : મૂળ ૨૦૦૭માં રીલિઝ થયેલી ‘વેલકમ’ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ પર પિક્ચરાઈઝ થયેલું ‘ઊંચા લંબા કદ’ ગીતને હવે ટૂંક સમયમાં રીલિઝ થનારી ‘વેલકમ ટુ ધી જંગલ’ ફિલ્મમાં પણ ઉપયોગમાં લેવામાં આવતાં ચાહકો ભારે નારાજ થયા છે અને ફિલ્મ સર્જકોને ટ્રોલ કરી રહ્યા છે. નવી ફિલ્મમાં આ ગીત અક્ષય કુમાર અને દિશા પટાણી પર ફિલ્માવાયું છે. ચાહકોએ લખ્યું હતું કે ૧૯ વરસ જુના ગીતને રીમિક્સ કરીને ઉપયોગમાં લેવું પડે છે તે બોલિવુડ માટે શરમજનક છે. વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’માં પણ ‘બીવી નંબર વન’ ફિલ્મનાં ‘ચુનર ચુનર’ ગીતનો ફરી ઉપયોગ કરાયો છે.
તેના કારણે પણ ફિલ્મ ચાહકો ભારે નારાજ છે.


Leave a Comment