લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીની ફી રૂ. 2 કરોડ, તો પણ આ યુવા ક્રિકેટરને મોટી કંપનીઓ એન્ડોર્સ નથી કરતી | why top brands avoid signing ipl star vaibhav suryavanshi brand endorsement laws

by

Thenewsdk

Updated: 06-06-2026, 08.16 PM

Follow us:

15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીની ફી રૂ. 2 કરોડ, તો પણ આ યુવા ક્રિકેટરને મોટી કંપનીઓ એન્ડોર્સ નથી કરતી | why top brands avoid signing ipl star vaibhav suryavanshi brand endorsement laws



photo 1780757196920

Why top brands hesitate to sign 15-year-old IPL star Vaibhav Suryavanshi : IPL 2026 નો રોમાંચ હજુ હમણાં જ સમાપ્ત થયો. આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ટ્રોફી પર કબજો જમાવ્યો, પરંતુ વિજેતા ટીમમાં ન હોવા છતાં વૈભવ સૂર્યવંશીના નામની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા આ 15 વર્ષના આશાસ્પદ યુવાને મેદાન પર એવો ધમાકો કર્યો કે દુનિયા દંગ રહી ગઈ. ક્રિકેટના મેદાન પર સેન્સેશન બની ગયેલા આ ખેલાડી બાબતે મેદાનની બહાર એક મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, આટલી જબરદસ્ત સફળતા છતાં મોટી ઓટોમોબાઈલ અને લાઈફ સ્ટાઈલ કંપનીઓ તેનાથી દૂર કેમ રહે છે? શું તેની નાની ઉંમર તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની આડે આવી રહી છે?

રેકોર્ડ બ્રેક પ્રદર્શન અને આસમાને પહોંચેલી બ્રાન્ડ વેલ્યુ

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં માત્ર 15 વર્ષની નાની ઉંમરે 16 મેચમાં 237.31ના સ્ટ્રાઇક રેટ સાથે 776 રન ફટકારીને ‘ઓરેન્જ કેપ’ પોતાના નામે કરી અને ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (MVP) નો ખિતાબ જીત્યો. હાલમાં તે રાજસ્થાન રોયલ્સ સાથે ₹1.10 કરોડના વાર્ષિક કરાર પર છે. IPL ના નિયમો મુજબ તેનો પગાર અત્યારે બદલાશે નહીં, પરંતુ મેદાન બહાર તેની બ્રાન્ડ વેલ્યુ રોકેટ ગતિએ વધી છે. પહેલાં જે જાહેરાત માટે તેની ફી પ્રતિ ડીલ ₹50 લાખ હતી, તે હવે વધીને આશરે ₹1.5 કરોડથી ₹2 કરોડ સુધી પહોંચી ગઈ છે.

શા માટે મોટી બ્રાન્ડ્સ કરાર કરતા ખચકાય છે? 

વૈભવ સૂર્યવંશી હાલ ખૂબ જ મર્યાદિત જાહેરાતોમાં દેખાય છે, જેની પાછળ ભારતીય કાયદા અને એડવર્ટાઈઝિંગ નિયમો જવાબદાર છે. કંપનીઓ તેનાથી નારાજ નથી, પરંતુ કાનૂની મર્યાદાઓ તેમને આવુ કરતા રોકે છે.

ઓટોમોબાઈલ સેક્ટરની મર્યાદા: વૈભવને IPL 2026 માં ‘સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન’ બનવા બદલ ટાટા સિએરા (Tata Sierra) કાર ભેટમાં મળી છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે તે પોતે આ કાર ચલાવી શકતો નથી, કેમ કે ભારતીય કાયદા મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ માટે 18 વર્ષની ઉંમર જરૂરી છે. તેથી, કોઈ પણ કાર કે બાઇક ઉત્પાદક કંપની 15 વર્ષના સગીરને જાહેર ખબરમાં વાહન ચલાવતા બતાવી શકે નહીં. આમ કરવાથી સગીર વયના ડ્રાઇવિંગને પ્રોત્સાહન મળવાનો નકારાત્મક સંદેશ જાય છે અને કાનૂની વિવાદ થઈ શકે છે.

લાઈફ સ્ટાઈલ અને એડલ્ટ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ: ગ્રાહક સુરક્ષા કાયદા અને એએસસીઆઈ (ASCI) ના કડક નિયમો મુજબ 15 વર્ષનો કિશોર મેન્સ ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ (દાઢીનું તેલ, શેવિંગ કીટ), ડિઓડોરન્ટ્સ, લક્ઝરી ઘડિયાળો કે સટ્ટાબાજી/ફેન્ટસી ક્રિકેટ એપ્સની જાહેરાત ન કરી શકે.

ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સથી અંતર: ક્રેડિટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા જટિલ બેંકિંગ સેવા જેવી નાણાકીય પ્રોડક્ટ્સ માટે પણ કંપનીઓ સગીર વયના ચહેરાનો ઉપયોગ કરવાનું ટાળે છે.

પરિવાર અને રાજસ્થાન રોયલ્સનું રક્ષણાત્મક વલણ

વૈભવને ગ્લેમરની ઝાકઝમાળ અને અતિશય વ્યવસાયીકરણથી દૂર રાખવામાં તેની આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સ અને તેના પરિવારે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેઓ સમજે છે કે વૈભવ હજુ ખૂબ નાનો છે અને તેની સામે લાંબી કારકિર્દી છે. વધુ પડતા શૂટિંગ અને વ્યવસાયિક દબાણને કારણે તેનું ધ્યાન રમત પરથી ન ભટકે, તે માટે તેનું મેનેજમેન્ટ માત્ર પસંદગીની ડીલ્સ જ ફાઇનલ કરે છે. હાલમાં તે તેની ઉંમરને અનુરૂપ અને સુરક્ષિત ગણાતી બ્રાન્ડ્સ જેવી કે હેલ્થ ડ્રિંક ‘કોમ્પ્લેન’ (Complan) અને ગૂગલ પેની ‘પોકેટ મની એપ’ નો જ પ્રચાર કરી રહ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤