લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell food packaged in paper

by

Thenewsdk

Updated: 08-06-2026, 05.25 AM

Follow us:

ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell food packaged in paper



6 મહિનાની જેલ કે પાંચ લાખનો દંડ થશે

અખબારની સહીમાં સિસા સહિતની ધાતુઓ અને રસાયણો હોય છે, તેનાથી આરોગ્યને ગંભીર નુકસાન

નવી દિલ્હી: સમોસા-કચોરી  અથવા અન્ય ખાવાની વસ્તુઓ વેચતા દુકાનદારો માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ મોટી ચેતવણી જારી કરી છે. 

ભારતમાં ખાદ્ય સુરક્ષાનો ખ્યાલ રાખનારી એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઇ દુકાનદાર ખાવાની વસ્તુઓ અખબારમાં બાંધીને વેચશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

એફએસએસએઆઇ તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ખાવાની વસ્તુઓમાં અખબારનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો પડશે.  કારણકે તેનાથી આરોગ્યને ગંભીર નુકસાન થાય છે. 

સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખેલ એક પોસ્ટમાં એજન્સીએ ચેતવણી આપી છે કે અખબારોનાં પ્રિન્ટિંગમાં ઉપયોગમાં લેવામાં આવતી સહીમાં સીસું અન્ય ઘાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. 

તેમાં હાનિકારક કેમિકલ્સ પણ હોય છે. જો તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થ રાખવા માટે કરવામાં આવે છે તો કેમિકલ માનવ શરીરમાં પહોંચીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. 

એફએસએસએઆઇએ પેકેજિંગ નિયમ ૨૦૧૮નો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે ભોજનનાં સંગ્રહ, રેપિંગ અને પીરસવા માટે અખબારનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. 

આ ચેતવણી પછી પણ કોઇ દુકાનદાર અખબારનો ઉપયોગ કરતા પકડાય છે તો તેને ૬ મહિનાની જેલ અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સાથે જ ગ્રાહકોને પણ સચેત રહેવાની જરૂર છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤