Howrah TMC Leader Sanyasi Manna Attacked: પશ્ચિમ બંગાળના રાજકારણમાં હિંસા અને બદલાની રાજનીતિનો દોર યથાવત જ છે. આ કડીમાં તાજેતરની અને ખૂબ જ ચોંકાવનારી ઘટના હાવડા જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં TMCના એક સ્થાનિક અને કદાવર નેતા સંન્યાસી મન્નાને ઉગ્ર ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈને ટીએમસી નેતાને એવી ક્રૂર અને ‘તાલિબાની’ સજા આપી છે, જેનાથી સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર હચમચી ઉઠ્યું છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સત્તા જતાની સાથે જ TMCના નેતાઓ પર આફત આવી ગઈ છે. ધારાસભ્યોના બળવા બાદ હવે પાર્ટીના સ્થાનિક નેતાઓને પણ જનતાના ભારે આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે.
હાવડાના એક વિસ્તારમાં રવિવારે મોડી સાંજે ભારે સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે TMC નેતા સંન્યાસી મન્નાને ચારેય તરફથી ઘેરી લીધા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે લોકોનો ગુસ્સો એ હદે સાતમા આસમાને હતો કે તેમણે નેતાની એક પણ વાત ન સાંભળી.
ઉશ્કેરાયેલી ભીડે સંન્યાસી મન્ના ભાગી ન શકે તે માટે સૌપ્રથમ તેમને દોરડા વડે બાંધી દીધા હતા. ત્યારબાદ જાહેરમાં રસ્તા વચ્ચે તેમની સાથે અમાનવીય અને અપમાનજનક કૃત્ય કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
In Howrah, TMC leader Sanyasi Manna received a makeover that no PR agency could have imagined.
Half-balded, garlanded with slippers, and paraded with ropes.
When leaders stop listening to people, people sometimes find creative ways to make themselves heard. pic.twitter.com/VeGOmKFl0O
— Arpita Chatterjee (@asliarpita) June 7, 2026
જૂતાની માળા પહેરાવી
સ્થાનિક લોકોએ TMC નેતા સંન્યાસી મન્નાને પાઠ ભણાવવા માટે અત્યંત અપમાનજનક રસ્તો અપનાવ્યો હતો. ઉગ્ર ભીડમાં સામેલ કેટલાક યુવકોએ નેતાને પકડી રાખીને જબરદસ્તીથી તેમના માથાના વાળ કાપી નાખ્યા હતા અને તેમને એક અત્યંત અજીબોગરીબ તેમજ ભદ્દો હેરકટ આપી દીધો હતો.
જૂતાની માળા
આટલું જ નહીં મહિલાઓ અને પુરુષોની આ ભીડે TMC નેતાના ગળામાં જૂતા અને તૂટેલી ચંપલોની એક ભારે માળા પહેરાવી દીધી હતી.
રસ્તા પર પ્રદર્શન
દોરડાથી બાંધેલા અને ગળામાં જૂતા-ચંપલની માળા પહેરેલા TMC નેતા સંન્યાસી મન્નાને સ્થાનિક લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યા અને TMC વિરુદ્ધ ખૂબ નારેબાજી કરી.
સ્થાનિક લોકોએ આ રોષ પાછળનું કારણ જણાવતા ગંભીર આક્ષેપો કર્યા છે કે, જ્યારે રાજ્યમાં ટીએમસીની સત્તા હતી ત્યારે આ નેતાઓએ સામાન્ય જનતાનું ભારે ઉત્પીડન અને શોષણ કર્યું હતું. પદનો દુરુપયોગ કરીને જનતા પાસેથી ‘કટ-મની’ (Ransom) ના નામે કરોડો રૂપિયાની ઉઘરાણી કરી હતી.
દીદીની સત્તા જ TMCના જમીની નેતા અનાથ થયા!
આ ઘટનાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન અને મમતા બેનરજીની પક્કડ નબળી પડતાં જ TMCના નેતાઓની સુરક્ષા હવે સંપૂર્ણપણે ભગવાન ભરોસેથઈ ગઈ છે.
જે નેતાઓ ગઈકાલ સુધી પોલીસના ચુસ્ત સંરક્ષણમાં વટથી ફરતા હતા અને જનતા પર રૂઆબ છાંટતા હતા, આજે તેઓ પોતાનો જીવ બચાવવા માટે છૂપાતા ફરી રહ્યા છે. હાવડાની આ ઘટનાએ રાજ્યના અન્ય સ્થાનિક TMC નેતાઓમાં પણ ભારે ફફડાટ ફેલાવી દીધો છે.
બંગાળમાં આ શું થઈ રહ્યું છે..
રાજકીય વિશ્લેષકોના મતે પશ્ચિમ બંગાળમાં હાલમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે છેલ્લા એક દાયકાથી ચાલી રહેલા દમનચક્રનું સ્વાભાવિક પરિણામ છે. TMCના નેતાઓએ પંચાયતથી લઈને જિલ્લા સ્તર સુધી જે આતંક મચાવ્યો હતો, સત્તા હાથમાંથી સરકતાં જ હવે જનતાનો એ દબાયેલો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટીને બહાર આવી રહ્યો છે.
એક તરફ પક્ષના સુપ્રીમો મમતા બેનરજી ખુદ દિલ્હીમાં પોતાની રાજકીય પ્રાસંગિકતા અને અસ્તિત્વ બચાવવા માટે ‘I.N.D.I.A.’ ગઠબંધનના શરણે ગયા છે, તો બીજી તરફ તેમની પાછળ બંગાળમાં તેમના નેતા જનતાની અદાલતમાં સજા ભોગવી રહ્યા છે. હાવડાની આ ચકચારી ઘટના રાજ્યના અન્ય જિલ્લાઓમાં હાજર TMC નેતાઓ માટે પણ એક મોટો અને ભયજનક અલાર્મ છે.
આ પણ વાંચો: મમતાની પાર્ટી TMCમાં બળવાના સંકેત, 14 સાંસદોની કેન્દ્રીય મંત્રીના ઘરે ‘ગુપ્ત’ બેઠક
ભારે પોલીસ કાફલો તહેનાત
આ સનસનાટીભરી ઘટના બાદ હાવડાના એ વિસ્તારમાં ભારે પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે, પરંતુ તણાવ હજુ પણ ચરમસીમાએ છે. બીજી તરફ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી અને TMCના બળવાખોર જૂથે આ હિંસક ઘટનાથી પોતાને સંપૂર્ણપણે અળગા રાખ્યા છે અને આ આક્રોશને ‘જનતાનો સ્વાભાવિક ન્યાય’ ગણાવ્યો છે.
બીજી તરફ દિલ્હી પહોંચેલા મમતા બેનરજી અને અભિષેક બેનરજી સામે આ એક નવી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે કે, તેઓ દિલ્હીમાં રહીને વિપક્ષી દળો સાથે ગઠબંધનની વ્યૂહરચના ઘડે કે પછી પશ્ચિમ બંગાળમાં જઈને પોતાના કાર્યકરો અને નેતાઓના જીવ બચાવે.


Leave a Comment