લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

અમેરિકા ભારતનું LNG તથા LPGનું મુખ્ય સપ્લાયર | America is India’s main supplier of LNG and LPG

by

Thenewsdk

Updated: 09-06-2026, 07.30 AM

Follow us:

અમેરિકા ભારતનું LNG તથા LPGનું મુખ્ય સપ્લાયર | America is India’s main supplier of LNG and LPG



photo 1780934410019

મુંબઈ : વર્તમાન વર્ષના મેમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) તથા લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ના   ભારતના પરંપરાગત પૂરવઠેદારોને પાછળ મૂકી અમેરિકા ભારતનું આ ઈંધણોનું સૌથી ંમોટું પૂરવઠેદાર બની રહ્યું હતું. 

યુએઈ, કતાર તથા સાઉદી અરેબિયાને પાછળ મૂકી અમેરિકા પ્રથમ ક્રમનું પૂરવઠેદાર બની ગયું છે જે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ભારતને ઊર્જાના પૂરવઠેદારોની ક્રમાવલિ બદલાઈ રહી હોવાના સંકેત આપે છે. 

સ્રોતોમાં વૈવિધ્યતા લાવવાના ભારતના પ્રયાસોને પરિણામે એલએનજી, એલપીજી તથા પેટ્રોકેમિકલ પ્રોડકટસ માટેની ભારતની માગ વધી રહી છે. અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વના દેશો ખાતેથી ભારતને ઈંધણ પૂરવઠામાં ખલેલ પડી છે. 

વર્તમાન સ્થિતિનો લાભ લઈ અમેરિકાની કંપનીઓ ભારત સહિત અન્ય દેશોમાં ઈંધણ પૂરવઠામાં વધારો કરી રહી હોવાનું તાજેતરમાં એક અહેવાલમાં જણાવાયું હતું.

એપ્રિલની સરખામણીએ મેમાં અમેરિકા ખાતેથી ભારતની એલપીજી આયાત ૬૩ ટકા વધી ૬.૨૯ લાખ ટન રહી હતી જ્યારે યુએઈ ખાતેથી આયાત ૩૧ ટકા ઘટી ૧.૧૨ લાખ ટન રહી હોવાનું કોમોડિટી એનાલિટિક્સ પેઢી કેપ્લરના ડેટા જણાવે છે. મેમાં અમેરિકા ખાતેથી એલએનજી આયાત એપ્રિલની સરખામણીએ ૨૨૫ ટકા વધી ૯,૦૭,૦૦૦ ટન રહી હતી. અમેરિકા ખાતેથી બુટાને તથા પ્રોપેન આયાતમાં પણ વધારો થયો છે. 

ઘરઆંગણે માગમાં વધારો, પેટ્રોકેમિકલ ક્ષમતામાં વધારો તથા ઊર્જા પૂરવઠામાં વૈવિધ્યતા લાવવાના પ્રયાસોને કારણે અમેરિકા ખાતેથી ભારતની ઈંધણ ખરીદીમાં સ્થિર વધારો થઈ રહ્યો હોવાનું કેપ્લરના એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

ફેબુ્રઆરીના અંતે યુદ્ધ ફાટી નીકળ્યું તે પહેલા યુએઈ, કતાર તથા સાઉદી અરેબિયા  ભારતના એલપીજીના મુખ્ય પૂરવઠેદાર રહ્યા હતા. 

પશ્ચિમ એશિયામાં ઈંધણના મુખ્ય પૂરવઠા રુટ હોર્મુઝ ખાડી બંધ પડી જતા આ વિસ્તારમાંથી ઊર્જા પ્રવાહ લગભગ અટકી ગયો છે. 

અમેરિકા બાદ ૧.૪૪ લાખ ટન સાથે  ઈરાન ભારત માટે એલપીજીનું બીજુ મોટું પૂરવઠેદાર રહ્યું છે. એપ્રિલમાં આ આંક ૬૭૦૦૦ ટન રહ્યો હતો. યુદ્ધ પહેલા ભારત ઈરાન પાસેથી જરાપણ એલપીજી ખરીદતું  ન્હોતું. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤