લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds withdrawn from gold and silver ETFs after continuous rally

by

Thenewsdk

Updated: 13-06-2026, 06.30 AM

Follow us:

સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds withdrawn from gold and silver ETFs after continuous rally



photo 1781279714986

મુંબઈ : વિક્રમી ઊંચી સપાટીએ ગયા બાદ સોનાચાંદીના ભાવમાં આવેલી પીછેહઠને પગલે ગોલ્ડ તથા સિલ્વર એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માંથી રોકાણકારો દ્વારા વિક્રમી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. સમાપ્ત થયેલા મેમાં ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસમાંથી રૂપિયા ૩૦૦૦ કરોડ જેટલું રોકાણ પાછુ ખેંચી લેવાયું હતું જે  બન્ને ઈટીએફસમાં અત્યારસુધીનો સૌથી વધુ સંયુકત આઉટફલો છે.

ગોલ્ડ ઈટીએફસમાંથી રોકાણકારોએ મેમાં રૂપિયા ૭૨૫ કરોડ પાછા ખેંચી લીધા હતા જે અત્યારસુધીનો સૌથી મોટો આઉટફલો છે અને છેલ્લા એક વર્ષમાં આ પ્રથમ જ એવું રિડમ્પશન છે.  ૨૦૨૫માં ૭૫ ટકા વધ્યા બાદ વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં વિક્રમી સપાટી દર્શાવ્યા બાદ સોનાના ભાવમાં કરેકશન આવ્યું છે જેને લઈને રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફસમાંથી રોકાણ પાછુ ખેંચી લઈ નફો બુક કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. આવી જ સ્થિતિ સિલ્વર ઈટીએફસમાં જોવા મળી છે. ચાંદીના ભાવ પણ જાન્યુઆરીની તેની ટોચેથી ૩૯ ટકા નીચા બોલાઈ રહ્યા છે. 

સિલ્વર ઈટીએફસમાંથી રોકાણકારોએ મેમાં રૂપિયા ૨૧૩૩ કરોડ પાછા ખેંચી લીધા હતા. સતત ચોથા મહિને સિલ્વર ઈટીએફસમાં રિડમ્પશન જોવા મળ્યું છે. 

છેલ્લા ચાર મહિનામાં ચાંદી ઈટીએફસમાંથી રોકાણકારોએ રૂપિયા ૩૭૭૦ કરોડ પાછા ખેંચી લીધી છે એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે. 

ગયા વર્ષમાં બન્ને કિંમતી ધાતુમાં આવેલી રેલીને પરિણામે નેટ ઈન્ફલોસ તથા ફોલિઓમાં જાન્યુઆરી ૨૦૨૬ સુધી સતત  ઉમેરો જોવા મળ્યો હતો. 

જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફસમાં રૂપિયા ૨૪૦૪૦ કરોડનો મજબૂત ઈન્ફલોસ જોવા મળ્યો હતો. મેમાં ગોલ્ડ ઈટીએફસના ફોલિઓમાં છેલ્લા એક વર્ષમાં પહેલી જ વખત ઘટાડો જોવા મળ્યો હોવાનું પણ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય છે.

સિલ્વર ઈટીએફસમાં મેમાં સતત બીજા મહિને ફોલિઓમાં ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે, સોનાની ખરીદી ઘટાડવાની સરકારની અપીલ ગોલ્ડ ઈટીએફમાં ચોખ્ખા રોકાણ પર પણ અસર કરી શકે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤