લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

આલિયાની ‘આલ્ફા’ના ટીઝરે વધાર્યું કન્ફ્યુઝન: બોબી દેઓલ દેશભક્ત ફોજી છે કે વિલન? સોશિયલ મીડિયા પર શરૂ થઈ 4 મોટી થિયરીઝ | yrf spy series alpha teaser 4 big fan theories alia bhatt bobby deol sharvari

by

Thenewsdk

Updated: 10-06-2026, 05.22 PM

Follow us:

આલિયાની ‘આલ્ફા’ના ટીઝરે વધાર્યું કન્ફ્યુઝન: બોબી દેઓલ દેશભક્ત ફોજી છે કે વિલન? સોશિયલ મીડિયા પર શરૂ થઈ 4 મોટી થિયરીઝ | yrf spy series alpha teaser 4 big fan theories alia bhatt bobby deol sharvari



photo 1781092281708

Alia Bhatt in Alpha: આદિત્ય ચોપડાના યશ રાજ ફિલ્મ્સ (YRF) બેનરે પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આલ્ફા’નું ટીઝર સત્તાવાર રીતે રિલીઝ કરી દીધું છે. આ શાનદાર ટીઝરની સાથે જ યશ રાજ ફિલ્મ્સની પોપ્યુલર સ્પા​​ઈ સીરિઝમાં પ્રથમ વખત એક યુવા મહિલા અસેસિનની ઓરિજિન સ્ટોરી પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની છોકરીને નાનપણથી જ એક ઘાતક અને પ્રોફેશનલ કિલર બનવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.

બોબી દેઓલે તૈયાર કરી આલિયા ભટ્ટની ‘કિલર ગેંગ’

સામે આવેલા ફર્સ્ટ લુક ટીઝરમાં યશ રાજ ફિલ્મ્સ દ્વારા એક ખતરનાક શાર્પશૂટર અને કિલરની વાર્તાની ઝલક રજૂ કરવામાં આવી છે, જેની મુખ્ય ભૂમિકા આલિયા ભટ્ટ ભજવી રહી છે. ખાસ વાત એ છે કે, આલિયાના આ પાત્રને બોબી દેઓલનું કેરેક્ટર ટ્રેનિંગ આપીને એક ખૂંખાર ફાઈટર તરીકે તૈયાર કરે છે. ફિલ્મની બીજી મુખ્ય અભિનેત્રી શર્વરીના પાત્રને હજુ ગુપ્ત રાખવામાં આવ્યું છે. મેકર્સની માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે આગામી સમયમાં દરેક પાત્રને તબક્કાવાર રીતે દર્શકોની સામે લાવવામાં આવશે.

બે મહિલા એક્ટ્રેસના નેતૃત્વમાં દેશની પ્રથમ ભવ્ય એક્શન ફિલ્મ

‘આલ્ફા’ એક પ્યોર કમર્શિયલ મસાલા એન્ટરટેઈનર ફિલ્મ છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ પ્રથમ એવી ભવ્ય એક્શન ફિલ્મ હશે, જેનું નેતૃત્વ બે ફિમેલ લીડ કેરેક્ટર્સ કરી રહ્યા છે. હાઈ-વોલ્ટેજ એક્શન સિક્વન્સથી સજ્જ આ ફિલ્મમાં દર્શકોને રોમાંચક સફરની સાથે-સાથે ભરપૂર ઈમોશન, થ્રિલ, કોમેડી, સસ્પેન્સ અને અણધાર્યા ટ્વિસ્ટ જોવા મળશે.

3 જુલાઈ 2026ના રોજ થિયેટરોમાં ધમાકો કરશે

યુવા ડિરેક્ટર શિવ રવૈલના નિર્દેશનમાં બનેલી આ બિગ બજેટ એક્શન ડ્રામા ફિલ્મ 3 જુલાઈ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી ઉપરાંત બોબી દેઓલ અને અનિલ કપૂર પણ અત્યંત મહત્ત્વની અને દમદાર ભૂમિકાઓમાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. જોકે આ ટ્રેલરને લઈને લોકોમાં ઘણાં સવાલ ઊભા થયા છે.

1. બોબી દેઓલ દેશનો રક્ષક છે કે વિલન?

ટીઝરમાં સ્પષ્ટ સાંભળવા મળે છે કે ‘ALPHA’ એક એવો સિક્રેટ પ્રોગ્રામ છે, જ્યાં ભારતની આગામી પેઢીના ઘાતક સૈનિકો તૈયાર કરવામાં આવે છે. પરંતુ અહીં મોટો સવાલ એ થાય છે કે, જો YRF એ અગાઉ કન્ફર્મ કર્યું હતું કે બોબી દેઓલ આ ફિલ્મમાં વિલન છે, તો પછી તે દેશની રક્ષા માટે સૈનિકો કેમ તૈયાર કરી રહ્યો છે? શું તે કોઈ એવા પૂર્વ ફોજી છે જેમને દેશ તરફથી જ કોઈ મોટો દગો મળ્યો છે અને ત્યાર બાદ તે આ રસ્તે વળ્યો છે? અથવા તો પછી તે માત્ર દુનિયાની નજરમાં જ વિલન છે અને પડદા પાછળની વાર્તા કંઈક જુદી જ છે? આ સસ્પેન્સે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

2. શું આલિયા ભટ્ટ પોતે જ મેઇન વિલન છે?

ટીઝરમાંથી એ વાતનો ખુલાસો થઈ ગયો છે કે આલિયા ભટ્ટ આ ફિલ્મમાં બોબી દેઓલની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે. એક એવો કિલર જેને તેના પોતાના પિતાએ જ નાનપણથી ઘાતક ટ્રેનિંગ આપીને તૈયાર કરી છે. આ ડેટા સામે આવ્યા બાદ હવે એવી અટકળો ચાલી રહી છે કે શું આલિયા ભટ્ટ પોતે જ આ ફિલ્મની મેઇન વિલન છે? શું તે વિલનની આખી ગેંગનું નેતૃત્વ કરી રહી છે કે પછી આગળ જતાં પિતા-પુત્રીના આ સંબંધોમાં કોઈ મોટો દગો કે ટ્વિસ્ટ જોવા મળશે?

3. આલિયાએ બાળપણમાં કોની વર્દી પહેરી હતી?

ટીઝરના એક મહત્ત્વના સીનમાં આલિયા ભટ્ટના બાળપણનું પાત્ર ભજવતી નાની બાળકી એક આર્મી ઓફિસરની વર્દી પહેરેલી જોવા મળે છે. આ સીન બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે વર્દી કદાચ બોબી દેઓલની હોઈ શકે છે. જો બોબી દેઓલ ભૂતકાળમાં સેનામાં રહી ચૂક્યા હોય, તો તેમનો વિલનનો રોલ માત્ર એક દેખાવ પણ હોઈ શકે છે. આ વાર્તા સામાન્ય સ્પા​​ઈ સીરિઝ કરતાં તદ્દન અલગ અને વિચારવા મજબૂર કરી દે તેવી લાગી રહી છે, જેણે ફેન્સને ભારે કન્ફ્યુઝ કર્યા છે.

આ પણ વાંચો: શેફાલી જરીવાલાના નિધન બાદ પતિ પરાગ ત્યાગી સ્મશાન ઘાટ પહોંચ્યો: કેમેરા સામે આત્માઓ સાથે વાત કરવાનો કર્યો ચોંકાવનારો દાવો!

4. 1 મિનિટ 55 સેકન્ડના ટીઝરમાંથી શર્વરી વાઘ કેમ ગાયબ છે?

કોઈ પણ ફિલ્મ માટે તેનું ફર્સ્ટ ટીઝર સૌથી મોટું એસેટ માનવામાં આવે છે. પરંતુ આ આખા 1 મિનિટ 55 સેકન્ડના વીડિયોમાંથી ફિલ્મની બીજી મુખ્ય અભિનેત્રી શર્વરી વાઘ ક્યાંય જોવા મળતી નથી. આ બાબતે બે શક્યતાઓ દેખાઈ રહી છે; કાં તો મેકર્સે શર્વરીના કેરેક્ટર માટે કોઈ બહુ મોટો સરપ્રાઈઝ પ્લાન તૈયાર રાખ્યો છે જેને તેઓ આગામી સમયમાં જ જાહેર કરશે, અથવા તો પછી લોકો જેટલું વિચારી રહ્યા છે તેટલું મહત્ત્વનું શર્વરીનું પાત્ર આ ફિલ્મમાં હશે જ નહીં. જોકે માર્કેટિંગ સ્ટેટર્જી મુજબ ફિલ્મનું બીજુ ટીઝર શર્વરી પર ફોકસ હશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤