લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્ણય | Gujarat government increases purchase of millet maize and sorghum per maund

by

Thenewsdk

Updated: 10-06-2026, 05.36 PM

Follow us:

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્ણય | Gujarat government increases purchase of millet maize and sorghum per maund



Support Price Purchase: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી બાજરી, મકાઈ અને જુવારની ખરીદીની મર્યાદામાં વધારો કર્યો છે. આજે કિસાન સંઘના પ્રતિનિધિઓ સાથે કૃષિમંત્રીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખરીદી મર્યાદા કેટલી વધારાઈ?

આ નિર્ણય અંતર્ગત બાજરીની ખરીદી મર્યાદા અગાઉના 2,000 કિલો (100 મણ)થી વધારીને હવે 3,500 કિલો (175 મણ) કરવામાં આવી છે, જેમાં પ્રતિ ખેડૂત 1,500 કિલો (75 મણ)નો વધારો થયો છે. તેવી જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1,500 કિલો (75 મણ)થી વધારીને 2,500 કિલો (125 મણ) કરવામાં આવી છે, એટલે કે તેમાં 1,000 કિલો (50 મણ)નો વધારો કરાયો છે. આ ઉપરાંત, જુવારની ખરીદી મર્યાદામાં 700 કિલો (35 મણ)નો વધારો કરીને તેને અગાઉના 1,000 કિલો (50 મણ)થી વધારીને હવે ખેડૂત દીઠ 1,700 કિલો (85 મણ) નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારે નર્મદાની નહેરોમાં વહેલું પાણી છોડવાનો લીધો નિર્ણય, ખરીફ પાકની તૈયારી કરતાં ખેડૂતોને 11 જૂનથી લાભ

ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હવે આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ જ ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરશે. આ નિર્ણયથી ખેડૂતો પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે, જેનાથી તેમને સીધો આર્થિક લાભ થશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤