લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FCNR B deposits

by

Thenewsdk

Updated: 12-06-2026, 06.45 AM

Follow us:

બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FCNR B deposits



photo 1781195885792

અમદાવાદ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિત અનેક સ્થાનિક બેંકોએ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક) (FCNR(B)) થાપણો પરના વ્યાજ દરમાં ૨૫૦ બેસિસ પોઇન્ટથી વધુનો વધારો કર્યો છે. સ્ટેટ બેંકે આ  થાપણો પરના વ્યાજ દરમાં ૨૯૫ બેસિસ પોઇન્ટનો જ્યારે એચડીએફસી બેંકે તેમાં ૨૬૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.

કરુર વૈશ્ય બેંકે ૩ થી ૫ વર્ષની થાપણો પર મહત્તમ વ્યાજ દર ૩૦૦ બેસિસ પોઇન્ટથી વધુ વધારીને ૭% કર્યો છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આવી થાપણો પર વ્યાજ દર ૧૯૫ બેસિસ પોઇન્ટથી વધારીને ૭.૧% કર્યો છે.

સપ્તાહ પ્રારંભે રિઝર્વ બેંક દ્વારા આ ખાસ ડિપોઝિટ સ્કીમ માટે નવા નિયમો જારી કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ અંતર્ગત, રિઝર્વ બેંક આ ડિપોઝિટ પરનો સંપૂર્ણ હેજિંગ ખર્ચ ઉઠાવશે, જે અંદાજે ૩.૫% જેટલો છે.

બેંકિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, આ નવા દરોનો હેતુ વિદેશી ચલણમાં વધારાની થાપણો આકર્ષવા અને દેશમાં વિદેશી હૂંડિયામણનો પ્રવાહ વધારવા માટે રિઝર્વ બેંકની પહેલને ટેકો આપવાનો છે.

સંભવિત FCNR(B) પ્રવાહનો અંદાજ વિદેશી અને સ્થાનિક બેંકોના ડેટાના વિશ્લેષણના આધારે બદલાય છે. વિદેશી બેંકોએ ૨૦ બિલિયન ડોલરથી ૩૦ બિલિયન ડોલરના રોકાણનો અંદાજ લગાવ્યો છે, જ્યારે સ્થાનિક બેંકોએ ૪૦ બિલિયન ડોલરથી વધુના મૂડીપ્રવાહનો અંદાજ લગાવ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤