લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Goons Block Police PCR Van and Threaten Cops on Duty

by

Thenewsdk

Updated: 14-06-2026, 11.25 AM

Follow us:

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Goons Block Police PCR Van and Threaten Cops on Duty



Ahmedabad Police and Crime News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. અહીં નરોડા પાટિયા નજીક બે માથાભારે શખ્સો દ્વારા પોલીસની પીસીઆર વાનને રસ્તા વચ્ચે અટકાવીને અંદર બેઠેલા ડ્રાઈવર સહિતના પોલીસકર્મીઓને ધાકધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્ત્વનું છે કે, આ ઘટના સામે આવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના 9 જૂનની રાત્રે પેટ્રોલિંગ કરવા નીકળેલી ગાડી સાથે બની હતી. 

વાયરલ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક ચાલુ પીસીઆર વાનની આગળ આવીને તેને રોકવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં, ડ્રાઈવરની બારી પાસે જઈને તે ધમકાવતો જોવા મળે છે અને ડ્રાઈવર જ્યારે ગાડી આગળ વધારે છે ત્યારે પણ તે યુવક સાથે-સાથે ચાલીને દાદાગીરી કરવાનું ચાલુ રાખે છે. નરોડા પાટિયા પાસે કૃષ્ણનગર, નરોડા અને સરદારનગર એમ ત્રણ પોલીસ મથકોની હદ લાગતી હોવાથી શરૂઆતમાં આ વાન કયા મથકની છે તે અંગે ગૂંચવણ હતી, પરંતુ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાહન સૈજપુર-બોઘાના સ્ટેટ રિઝર્વ પોલીસ ગ્રુપનું છે.

આ સમગ્ર ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી. વી. નાયકે સ્પષ્ટતા કરી છે કે વાયરલ વીડિયોમાં દેખાતી પીસીઆર વાન નરોડા પોલીસ મથકની નથી. જોકે, પોલીસકર્મીઓ સાથે થયેલી આ દાદાગીરીને અત્યંત ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં નજરે પડતા બંને શખ્સોની ઓળખ કરી તેમને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદ લેવાનું શરૂ કર્યું છે. પોલીસની આ સઘન તપાસને પગલે ટૂંક સમયમાં જ બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤