લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

સલમાનના બોડી ગાર્ડે આમિરના પુત્ર જુનૈદને હડસેલી દીધો | Salman’s bodyguard upsets Aamir’s son Junaid

by

Thenewsdk

Updated: 15-06-2026, 03.15 AM

Follow us:

સલમાનના બોડી ગાર્ડે આમિરના પુત્ર જુનૈદને હડસેલી દીધો | Salman’s bodyguard upsets Aamir’s son Junaid



photo 1781459961988

– જુનૈદને ઓળખવામાં બીજીવાર થાપ ખાઈ ગયો 

– બાદમાં સલમાને ગળે લગાવ્યોઃ લગાનની સિલ્વર જ્યુબિલીની ઉજવણી વખતનો વીડિયો વાયરલ

મુંબઈ: ‘લગાન’ના પચ્ચીસ વર્ષ તેમજ આમિર ખાન પ્રોડક્શન્સની સિલ્વર જ્યુબિલી ઉજવણીના પ્રસંગે અનેક બોલીવૂડ સ્ટાર્સ એકત્ર થયા જેમાં સલમાન ખાન પણ સામેલ હતો. 

પ્રસંગ દરમ્યાન આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન સલમાનને મળવા તેના તરફ ગયો, પણ સલમાનના સુરક્ષાકર્મીઓએ તેને ઓળખ્યો ન હતો અને તેને એકબાજુ હડસેલી દીધો હતો. જોકે, સલમાનની નજર તેના પર પડતા તેણે તુરંત જુનૈદને આવકાર્યો અને બંને ભેટી પડયા હતા. 

આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો વાયરલ થયો છે. લોકોએ નોંધ્યું હતું કે બાદમાં સલમાનનો ઉમળકો જોઈને તેનો બોડીગાર્ડ ભોંઠો પડી ગયો હતો. 

રસપ્રદ બાબત છે કે આ ઘટના પ્રથમ વાર નથી બની. ગયા વર્ષે  ‘સિતારે ઝમીન પર’ના સ્ક્રીનિંગ દરમ્યાન આવી જ રીતે જુનૈદને સલમાનના બોડીગાર્ડોએ અટકાવી દીધો હતો. તેઓ જુનૈદને ઓળખી નહોતા શક્યા. વારંવાર બનેલી આ ઘટનાએ ઓનલાઈન ચર્ચાને વેગ આપ્યો હતો અને ઘણા ચાહકોએ જુનૈદના સરળ વ્યક્તિત્વની  પ્રશંસા કરી હતી.

 થિયેટરમાં તાલીમ મેળવનાર તેમજ મુંબઈની કોલેજમાં શિક્ષિત થયેલા અને ન્યુ યોર્કમાં અમેરિકન એકડમી ઓફ ડ્રેમેટીક આર્ટ્સમાં તાલીમ લીધેલા જુનૈદે તેનું અભિનય ડેબ્યુ ‘મહારાજ’ (૨૦૨૪)માં કર્યું હતું જેના પછી તેની ‘લવયપા’ (૨૦૨૫) અને ‘એક દિન’ (૨૦૨૬) ફિલ્મો રજૂ થઈ હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤