![]()
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ને ડેટ રોકાણો પર આપવામાં આવેલી વેરા રાહતને કારણે કેન્દ્ર સરકારને આ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં અંદાજીત રૂ.૧૦૦ અબજ જેટલું નુકશાન થઈ શકે છે, પરંતુ આ રાહતથી થનારા ફાયદાનો અંદાજ ખર્ચ કરતાં ઘણો વધારો હોવાનું સરકારે વર્તુળોનું માનવું છે.
ઉલ્લેખનીય છે કે, ૫, જૂનના કેન્દ્ર સરકારે એફપીઆઈઝને સરકારી સિક્યોરિટીઝના વેચાણ, વિનિમય અથવા ટ્રાન્સફરમાંથી મેળવેલા નફા પર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ ચૂકવવાથી મુક્તિ આપવાનું જાહેર કરાયું હતું. આ રોકાણોમાંથી વ્યાજ આવક પરનો ૨૦ ટકા વિથહોલ્ડિંગ ટેક્ષ પણ દૂર કરાયો હતો.
આ ફેરફારો પહેલા, વિદેશી રોકાણકારોએ ૧૨ મહિનાથી વધુ સમય માટે રાખેલા જી-સેક પર ૧૨.૫ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ (એલટીસીજી) અને વ્યાજ આવક પર ૨૦ ટકા વિથહોલ્ડિંગ ટેક્ષ ચૂકવવો પડતો હતો. ભારતીય રિઝર્વ બેંકે બિન-નિવાસી ભારતીયો પાસેથી વધુ વિદેશી ચલણ થાપણો એક્ત્રિત કરવા માટે બેંકોને પ્રોત્સાહિત કરવા માટે એફસીએનઆર(બી) થાપણો પર હેજિંગ ખર્ચ માટે સમર્થન આપ્યું છે.
આરબીઆઈએ જાહેર ક્ષેત્રના એક્સ્ટર્નલ કમર્શિયલ બોરોઈંગ (ઈસીબી) માટે કન્સેશનલ ફોરેક્સ સ્વેપ વિન્ડો પણ રજૂ કરી, જેનાથી રાજ્ય સંચાલિત કંપનીઓ સ્થિર, અનુમાનિત હેજિંગ ખર્ચ પર વિદેશી ચલણ ભંડોળનો ઉપયોગ કરી શકે. કેન્દ્ર સરકાર બોન્ડ્સમાં એફપીઆઈના રોકાણ પ્રવાહની અપેક્ષા રાખી રહી છે, તેનો કોઈ સ્પષ્ટ અંદાજ નથી, પરંતુ અર્થશાસ્ત્રીઓના મતે, આ પગલાં, આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા પગલાં સાથે, આ વર્ષે લગભગ ૨૦થી ૩૦ અબજ ડોલરનો પ્રવાહ લાવી શકે છે.
એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ મુજબ, વિદેશી રોકાણકારો ભારત સરકારના બોન્ડના લગભગ રૂ.૩,૮૦,૪૮૭ કરોડ (લગભગ ૪૬ અબજ ડોલર) ધરાવે છે. એફએઆર હેઠળ, એફપીઆઈઝ કેટલી ખરીદી શકે તેની કોઈ ઉપલી મર્યાદા નથી. સરકાર અને આરબીઆઈ ખાસ કરીે એફએઆર હેઠળ ચોક્કસ સિક્યોરિટીઝને નિયુક્ત કરે છે. તે દરમિયાન, સામાન્ય રૂટ એ ભારતીય દેવામાં વિદેશી રોકાણ માટે પરંપરાગત, કડક રીતે નિયંત્રિત માળખું છે.
રૂ.૩.૮ લાખ કરોડ રૂપિયાના એફપીઆઈઝ હોલ્ડિંગ વાર્ષિક આશરે રૂ.૨૬,૦૦૦થી રૂ.૨૭,૦૦૦ કરોડનું વ્યાજ કમાય છે. ૨૦ ટકા વિથહોલ્ડિંગ ટેક્ષ પર, કાપવામાં આવતો કર રૂ.૫૨૦૦થી રૂ.૫૪૦૦ કરોડ થશે, એમ ૫, જૂનના રોજ જાહેર કરાયેલા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે.
મૂડી લાભ લેવીમાંથી વાર્ષિક કર લાભ આશરે રૂ.૫૦૦થી રૂ.૧૦૦૦ કરોડ થશે, જેનાથી કુલ આવક નુકશાન રૂ.૫૭૦૦થી રૂ.૬૪૦૦ કરોડ થશે. નાણાકીય વર્ષ ૨૦૨૭માં ભારતમાં એફપીઆઈઝ તરફથી આશરે રૂ.૩૨૦૦ કરોડનું દેવું બહાર ગયું છે.


Leave a Comment