લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

by

Thenewsdk

Updated: 19-06-2026, 02.30 AM

Follow us:

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case



વડોદરાઃ લગ્નની લાલચ આપી એક યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવકની પોલીસે બળાત્કારના ગુનામાં ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો છે.

પીડિતાએ પોલીસને કહ્યું છે કે,નોકરી કરતા અનુજકુમાર રંજનસિંહ(સૂરમ્ય હાઇટ્સ,દશરથ ગામ)નામના યુવક સાથે પરિચય થયા બાદ બંને એકબીજાના પ્રેમમાં પડયા હતા.યુવકે મને લગ્નની લાલચ આપી હતી અને ૩૦ જાન્યુઆરી થી ૩૧ માર્ચ દરમિયાન જુદીજુદી હોટલ અને અન્ય જગ્યાએ લઇ જઇ મરજી વિરૃધ્ધ સબંધ  બાંધ્યા હતા.

પીડિતાએ કહ્યું છે કે,યુવકને લગ્નની વાત કરતાં તે વાયદા કરતો હતો અને ત્યારબાદ તેણે ઇનકાર કર્યો હતો,જેથી લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. ગુનો નોંધાયા બાદ પીઆઇ ગાયત્રી રાજપૂત અને ટીમે યુવકને કલાકોમાં જ ઝડપી પાડી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤