લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

‘ગુસ્સાને કાબૂમાં રાખ, ફિઝિકલ થવાની જરૂર નથી…’, વૈભવ સૂર્યવંશીને દિગ્ગજ ક્રિકેટરે ચેતવ્યો | vaibhav sooryavanshi wasim jaffer sachin tendulkar controversy sri lanka

by

Thenewsdk

Updated: 19-06-2026, 11.57 AM

Follow us:

‘ગુસ્સાને કાબૂમાં રાખ, ફિઝિકલ થવાની જરૂર નથી…’, વૈભવ સૂર્યવંશીને દિગ્ગજ ક્રિકેટરે ચેતવ્યો | vaibhav sooryavanshi wasim jaffer sachin tendulkar controversy sri lanka



photo 1781850433696

Vaibhav Sooryavanshi Anger: ઇન્ડિયા Aના યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા Aના ખેલાડી વિશેન હાલામબાગે વચ્ચે થયેલા વિવાદ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે મોટી પ્રતિક્રિયા આપી છે. જાફરે જણાવ્યું છે કે, વધતી લોકપ્રિયતાની સાથે વિરોધી ખેલાડીઓ ઉશ્કેરવાનો પ્રયાસ કરશે, પરંતુ વૈભવે દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવવો પડશે. તેમણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં યુવા બેટરને આ ઘટનામાંથી શીખ લેવાની સલાહ આપી છે.

મેદાન પર બંને યુવા ખેલાડીઓ વચ્ચે થઈ તીખી બોલાચાલી

ઇન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાઈ રહેલી ટ્રાઈ-સિરીઝ દરમિયાન વૈભવ સૂર્યવંશી વિવાદોમાં ઘેરાયો છે. હવે આ તાજેતરના વિવાદ પર પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે પોતાની વાત રજૂ કરતાં વૈભવને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. હકીકતમાં, ઇન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ઇન્ડિયા Aને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ શ્રીલંકન ખેલાડીઓએ જીતની જોરદાર ઉજવણી કરી હતી. આ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા Aના ખેલાડી વિશેન હાલામબાગે વચ્ચે તીખી બોલાચાલી થઈ ગઈ હતી.

સ્થિતિ બગડતાં અમ્પાયરો અને સાથી ખેલાડીઓએ કરવો પડ્યો બચાવ

અહેવાલો અનુસાર, હાલામબાગેએ વૈભવને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્થિતિ વધુ બગડી ગઈ હતી અને બંને ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મેદાન પર હાજર અન્ય ખેલાડીઓ અને અમ્પાયરો સહિતના અધિકારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો. આ ઘટના બાદ વસીમ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર વૈભવ સૂર્યવંશીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, યુવા બેટરે આ ઘટનામાંથી સબક લેવો જોઈએ, કારણ કે હવે તે ઝડપથી ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે અને વિરોધી ખેલાડીઓ તેને માનસિક રીતે પરેશાન કરવાની કોશિશ કરશે.

હાથાપાઈ તો બિલકુલ સ્વીકાર્ય નથી: વસીમ જાફર

જાફરે વધુમાં ઉમેર્યું કે, વૈભવ પાસે હવે નામ અને ઓળખ છે, તેથી આગળ પણ ઘણા ખેલાડીઓ તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. જોકે, કોઈપણ પરિસ્થિતિમાં જવાબી પ્રતિક્રિયા આપવી અથવા શારીરિક રીતે ભીડવું બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે એ પણ સ્વીકાર્યું કે જરૂરી નથી કે ભૂલ સંપૂર્ણપણે વૈભવની જ હોય, પરંતુ તેમ છતાં તેણે પોતાના વર્તન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. પૂર્વ ભારતીય બેટ્સમેને જણાવ્યું કે, વૈભવે સમજવું પડશે કે હવે તે ઘણા યુવા ખેલાડીઓ માટે રોલ મોડલ બની ગયો છે. આવી સ્થિતિમાં મેદાન પર તેનું વર્તન પણ એટલું જ મહત્ત્વનું છે જેટલું તેનું પ્રદર્શન.

સચિન તેંડુલકરનું પ્રેરણાદાયી ઉદાહરણ આપ્યું

જાફરનું માનવું છે કે આ ઘટના તેના માટે શીખરૂપ સાબિત થશે અને ભવિષ્યમાં તે આવી પરિસ્થિતિઓને વધુ સારી રીતે હેન્ડલ કરી શકશે. તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ આપ્યું હતું. જાફરે કહ્યું કે, સચિને પણ ખૂબ જ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ તેમને ભાગ્યે જ ક્યારેય આવા કોઈ વિવાદોમાં જોવામાં આવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે વૈભવના માતા-પિતા, કોચ અને નજીકના લોકો પણ આ ગંભીર વિષય પર તેની સાથે ચર્ચા કરશે.

ઓન-ફિલ્ડ ડ્રામા એક મર્યાદામાં હોવો જોઈએ

જાફરે આગળ જણાવ્યું કે, ક્રિકેટમાં હળવી નોકઝોક અને ઓન-ફિલ્ડ ડ્રામા રમતનો એક ભાગ છે. તે ખેલાડીઓની માનસિક મજબૂતીની પણ કસોટી કરે છે, પરંતુ આ બધું એક ગરિમા અને મર્યાદાની અંદર રહેવું જોઈએ. કોઈપણ ખેલાડીએ વ્યક્તિગત ટિપ્પણી અથવા શારીરિક ટકરાવ સુધી પહોંચવું જોઈએ નહીં.

આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીને નિષ્ફળતા પચાવતા શીખવો, નહીંતર…: BCCIને દિગ્ગજ કોચની સલાહ

આયર્લૅન્ડ-ઇંગ્લૅન્ડ પ્રવાસ પહેલાં મોટી ઇનિંગની અપેક્ષા

ટ્રાઇ-સિરીઝમાં વૈભવ સૂર્યવંશીની બેટિંગના આંકડા જોઈએ તો તેણે સારી શરૂઆત તો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી ઇનિંગ રમી શક્યો નથી. 4 મેચોમાં તેણે 29.25ની સરેરાશ અને 153.94ના શાનદાર સ્ટ્રાઇક રેટથી 117 રન બનાવ્યા છે. ટીમ મેનેજમેન્ટને આશા હશે કે વૈભવ આગામી મેચોમાં પોતાના બેટથી વધુ રન મેળવે. ખાસ કરીને આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસ પહેલાં તે શ્રીલંકામાં 21 તારીખે રમાનારી ટ્રાઇ-સિરીઝની આગામી મેચમાં બેટથી કોઈ મોટો ધડાકો કરે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤