લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship Nippon a symbol of Japan’s maritime tradition arrived at Mera Alang

by

Thenewsdk

Updated: 20-06-2026, 07.30 AM

Follow us:

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship Nippon a symbol of Japan’s maritime tradition arrived at Mera Alang



વર્ષ-૨૦૨૬માં
રિસાયકલ થનારું પહેલું ક્રુઝ શિપ છે નિપ્પોન મારું

1990 માં
નિર્મિત લક્ઝુરિયસ શિપે પોતાની અંતિમ સફર ૧૦ મે ૨૦૨૬ના રોજ પુર્ણ કરી હતી

ભાવનગર – 
જાપાનની મેરિટાઈમ પરંપરાના પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ
નિપ્પોન મારું રિસાયકલ થવા માટે અલંગ પહોંચ્યું છે. વર્ષ-૧૯૯૦માં નિર્મિત
લક્ઝુરિયસ શિપે પોતાની અંતિમ સફર ૧૦ મે ૨૦૨૬ના રોજ પૂર્ણ કરી હતી અને નિવૃત્તિ બાદ
તેને અલંગ માટે રવાના કરાયું હતું. જે આજે અલંગ પહોંચ્યું છે અને બિચિંગની
પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ વર્ષ-૨૦૨૬માં રિસાયકલ થનારું અલંગ અને વિશ્વનું
પહેલુ ક્રુઝ શિપ નિપ્પોન મારું બન્યું છે.

પાનની
મેરિટાઈમ પરંપરાના પ્રતિક સમાન અને જાપાનના ક્રુઝ ટુરિઝ્મના વિકાસમાં ૩૫ વર્ષ સુધી
મહત્વનું યોગદાન આપના લક્ઝુરિયસ ક્રુઝ શિપ નિપ્પોન મારું વર્ષ-૧૯૯૦માં નિર્માણ
પામ્યું હતું. પોતાના ૩૫ વર્ષના સેવાકાળમાં બે બજારથી વધુ ક્રુઝ પુર્ણ કરી કુલ ૬
લાખથી વધારે પ્રવાસીઓને સેવા આપી દરિયામાં ૫૩ લાખ કિમીથી વધારેની સફર ખેડી છે અને
વિશ્વના ૪૦૦થી વધારે બંદરોની મુલાકાત લીધી છે. નિપ્પોન મારુંએ ગત તા.૧૦ મે ૨૦૨૬ના
રોજ પોતાની અંતિમ સફર પૂર્ણ કરી હતી અને નિવૃત્તિ બાદ રિસાયકલ થવા માટે અલંગ
નિકળ્યું હતું. જે આજે અલંગ ખાતે પહોંચતા ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા મંજુરી બાદ
બિચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૂર્ણ થયાં બાદ અલંગમાં લક્ઝુરિય ક્રુઝ
શિપને રિસાયકલ કરવાની પ્રક્રિયા શરૃ થશે. આ સાથે જ નિપ્પોર મારું વર્ષ-૨૦૨૬માં
રિસાયકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું ક્રુઝ શિપ બન્યું છે. તાજેતરમાં
નિપ્પોન મારુંનું નામ તાજેતરમાં મેરી રાખવામાં આવ્યું છે અને મેરી નામ અને કોમરોસના
ફ્લેગ હેઠળ તે અલંગમાં આવ્યું છે. અલંગમાં આવેલા આ શિપ માત્ર એક વ્યાવસાયિક નહી પણ
અલંગ અને વૈશ્વિક શિપ રિસાયકલિંગ સેક્ટર માટે એક મહત્વની પણ હોવાનું અગ્રણી શિપ
બ્રેકરો માને છે.

નિપ્પોન
મારુ સિરિઝના જહાજોનું ઐતિહાસિક મહત્વ

જાપાનના
સમુદ્રી ઈતિહાસમાં નિપ્પોન મારું આગવું સ્થાન ધરાવે છે. પ્રથમ નિપ્પોન મારું
૧૮૯૭માં નિર્માણ પામ્યું હતું. જેણે ૧૯૨૨ સુધી સેવા આપી હતી. જે બાદ સેઈલ ટ્રેનિંગ
શિપ નિપ્પોન મારું ૧૯૩૦માં બન્યું હતું અને હાલ તે મેમોરિયલ તરીકે જાળવવામાં
આવ્યું છે. જે બાદ ૧૯૯૦માં નિર્મિત ક્રુઝ શિપ નિપ્પોન મારું જે ૩૫ વર્ષ કાર્યરત
રહ્યાં બાદ અલંગ ખાતે પોતાની આખરી સફર ખેડી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤