લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half lakhs lost: Silver lost Rs 13 thousand in two days

by

Thenewsdk

Updated: 20-06-2026, 07.15 AM

Follow us:

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half lakhs lost: Silver lost Rs 13 thousand in two days



photo 1781886634709

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી વધ્યાના સંમાચાર મળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ન્યુકલીયર વિષયક વાટાઘાટો જે સ્વીત્ઝર્લેન્ડમાં શરૂ થવાની હતી તે વાટાઘાટો મુલત્વી રહેતાં વિશ્વ બજારમાં ફરી અજંપો વધ્યો હતો. 

લેબેનોનમાં ફરી ઘર્ષણ વધ્યાના સમાચાર પણ આવ્યા હતા. દરમિયાન, હોર્મુઝ રુટપર એક દિવસમાં આશરે ૨૫ ઓઈલ ટેન્કરો પસાર થયાના સમાચાર પણ આવ્યા હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૮.૭૯ ડોલર થયા પછી ભાવ ૭૯.૬૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૫.૯૧ થઈ ૭૬.૬૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા.  વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૨૪૨થી ૪૨૪૩ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૪૧૨૧ થઈ ૪૧૪૯થી ૪૧૫૦  ડોલર રહ્યા હતા.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૯૭૦૦  તથા ૯૯૯ના રૂ.૧૫૦૦૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે  વધુ રૂ.૬૦૦૦ ગબડી રૂ.૨૩૭૦૦૦ બોલાયા હતા.

સોનાના ભાવ બે દિવસમાં રૂ.૫૫૦૦ તથા ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૧૩ હજાર તૂટી ગયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૭.૦૦ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૬૩.૨૯ થઈ ૬૪.૬૩થી ૬૪.૬૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૩૦૦૦ ઘટયા હતા. જ્યારે ચાંદીના ભાવ વધુ રૂ.૮૦૦૦ ગબડયા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર ભાવ આજે સોનાના ૯૯૫ના રૂ.૧૪૪૩૯૦ તથા ૯૯૯ના રૂ.૧૪૪૯૭૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૩૧૯૭૩ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ આશરે રૂ.૩૫૦૦ તૂટયા હતા તથા ભાવ ગબડી રૂ.૫૬૪૮૯ બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૦૦ વાળા ઘટી નીચામાં ભાવ ૧૬૫૦ થઈ  ૧૬૬૯થી ૧૬૭૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૮૫ વાળા નીચામાં ભાવ ૧૨૫૧ થઈ ૧૨૫૯થી ૧૨૬૦ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૮ ટકા તૂટયા હતા.દરમિયાન, વિશ્વ બજારમાં આ સપ્તાહમાં ક્રૂડતેલના ભાવમાં આશરે ૧૦ ટકાનો ઘટાડો જોવા ંમળ્યો હતો. અમેરિકામાં હવે આગળ ઉપર વ્યાજના દરમાં વૃદ્ધી થવાની શક્યતા વધતાં ગોલ્ડમેન સેકે આ વર્ષના અંત માટેનો સોનાના ભાવનો અંદાજ અગાઉના અંદાજની સરખામણીએ ઓંસદીઠ ૫૦૦ ડોલર ઘટાડયાના સમાચાર આજે મળ્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤