લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો | Speculations that Samantha is pregnant six months after her second marriage

by

Thenewsdk

Updated: 22-06-2026, 03.25 AM

Follow us:

બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો | Speculations that Samantha is pregnant six months after her second marriage



photo 1782064358252

– આગામી ડિસે.માં બાળકને જન્મ આપે તેવી શક્યતા 

– તાજેતરના કેટલાક વીડિયોમાં બેબી બમ્પ તથા ચહેરાના ગ્લોની ચાહકોએ નોંધ લીધી

મુંબઈ: સામંથા રુથ પ્રભુ હાલ પ્રેગનન્ટ હોવાની ચર્ચા છે. એક દાવા મુજબ સામંથા પોતાની પ્રેગનન્સીના પ્રથમ ત્રિમાસીકમાં છે. ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે બીજાં લગ્ન કર્યા બાદ હવે તે માતૃત્વને પંથે છે. તેમનું બાળક ડિસેમ્બર ૨૦૨૬માં જન્મે તેવી સંભાવના છે.

જોકે, રાજ અને સામંથા બંનેમાંથી કોઈએ આ સમાચારની પુષ્ટી ન કરી હોવા છતાં સામંથાની તાજેતરના જાહેર હાજરીઓ અને વાયરલ વીડિયોમાં સામંથાના ચહેરાની ચમક તેમજ સ્પષ્ટ રૂપે દેખાઈ રહેલા બેબી બમ્પની નોંધ તેના ચાહકોએ લીધી છે. 

સામંથાએ ૨૦૨૧માં નાગા ચૈતન્યને છુટાછેડા આપ્યા બાદ ગત ડિસેમ્બરમાં ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે  બીજાં લગ્ન કર્યાં હતાં. 

ઉલ્લેખેનીય છે કે હાલમાં સામંથાની  નવી ફિલ્મ તેલુગુ રિલીઝ ‘મા ઈન્તી બંગારામ’ ૧૮ જૂને થિયેટરોમાં રજૂ થઈ ગઈ છે.

 ફિલ્મમાં સામંથાની સાથે ગુલશન દેવૈયા અને દિગાન્થ મનચલે પણ છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤