લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

મોદી કેબિનેટમાંથી દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george kurian resigns union minister steps down bjp

by

Thenewsdk

Updated: 23-06-2026, 09.58 AM

Follow us:

મોદી કેબિનેટમાંથી દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george kurian resigns union minister steps down bjp



George Kurian Resigns: ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયને મંગળવારે કેન્દ્રીય લઘુમતી બાબતો અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી (MoS)ના પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. તેમની 6 વર્ષની રાજ્યસભાની મુદત પૂર્ણ થવાને કારણે તેમણે આ મંત્રી પદ છોડવું પડ્યું છે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે. 

કોણ છે જ્યોર્જ કુરિયન?

65 વર્ષીય જ્યોર્જ કુરિયન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ત્રીજી કેન્દ્રીય કેબિનેટમાં ઓગસ્ટ 2024થી રાજ્ય મંત્રી (MoS) તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે, જેઓ વર્ષ 1980માં પક્ષની સ્થાપના થઈ ત્યારથી જ તેની સાથે જોડાયેલા છે. રાજકારણી હોવાની સાથે-સાથે તેઓ ભારતીય સર્વોચ્ચ અદાલતમાં વકીલ તરીકે પણ પ્રેક્ટિસ કરી ચૂક્યા છે.

રાજ્યસભાની મુદત પૂર્ણ થઈ અને ભાજપે ફરી નોમિનેટ ન કર્યા 

જ્યોર્જ કુરિયનની રાજ્યસભાની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેમણે કાયદાકીય રીતે આ પદ છોડવું પડ્યું છે. જો કે, રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ અને અહેવાલો મુજબ, કેરળ વિધાનસભા ચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શનને કારણે તેમને પક્ષ દ્વારા ફરીથી રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા નહોતા. આથી મુદત પૂરી થતાં જ તેમણે પદ પરથી હટવું પડ્યું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤