લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

ઓપરેશન સિંદૂર ટાઈટલ મેળવવામાં વિવેક અગ્નિહોત્રી નિષ્ફળ | Vivek Agnihotri fails to get Operation Sindoor title

by

Thenewsdk

Updated: 24-06-2026, 06.35 AM

Follow us:

ઓપરેશન સિંદૂર ટાઈટલ મેળવવામાં વિવેક અગ્નિહોત્રી નિષ્ફળ | Vivek Agnihotri fails to get Operation Sindoor title



photo 1782234793922

– અન્ય નિર્માતાએ ઈમ્પામાં રજિસ્ટર કરાવી લીધું

– હવે  વિવેક પાસે કાશ્મીર ફાઇલ ટુ અને નાઇટ ઓફ ઓપરેશન સિંદૂર નામના વિકલ્પો        

મુંબઈ : ભારતના પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પ્સ પર હુમલા બાદ ઓપરેશન સિંદૂર પરથી ફિલ્મો બનાવવા માટે નિર્માતાઓમાં હોડ જામી હતી. પરંતુ આ નામ રજિસ્ટર્ડ કરાવવાની હોડમાં બિહાર ફિલ્મ કંપનીએ તાબડતોબ ઇમ્પામાં અરજી કરતાં આ ટાઇટલ તેને ફાળે ગયું છે. આ ઘટના પરથી ફિલ્મ બનાવવા માટે તેનું ટાઇટલ રજિસ્ટર્ડ કરાવવા અનેક નિર્માતાઓ મેદાને પડયા હતા. બધાંની નજર ટાઇટલ કોને ફાળે જાય છે તેના પર હતી. 

ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડયુસર્સ એસોસિએશન-ઇમ્પાના પ્રમુખ અભય તિવારીએ જણાવ્યું હતું કે નિર્માતાઓ અંકિત સિંહ અને સંગ્રામ સિંહ દ્વારા ચલાવવામાં આવતી બિહાર ફિલ્મ કંપનીએ આ ટાઇટલ મેળવવા માટે સૌથી પહેલી અરજી કરી હોઇ તેમને આ ટાઇટલ ફાળવવામાં આવ્યું છે. 

વિવેક અગ્નિહોત્રી અને ભૂષણ કુમારે પણ આ વિષય પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તિવારીએ જણાવ્યું હતું કે ઇમ્પાએ વિવેક અગ્નિહોત્રીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ ટુ’ અને ‘ધ નાઇટ ઓફ ઓપરેશન સિંદૂર’ એમ બે ટાઇટલમાંથી પસંદગી કરવા જણાવવામાં આવ્યું છે. ૨૦૨૨માં અગ્નિહોત્રીએ બનાવેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને બોક્સ ઓફિસ પર અઢીસો કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤