લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ : રજનીકાન્ત ટ્રોલર્સ પર વીફર્યા | If I speak it’s a problem even if I remain silent: Rajinikanth lashes out at trolls

by

Thenewsdk

Updated: 25-06-2026, 06.30 AM

Follow us:

હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ : રજનીકાન્ત ટ્રોલર્સ પર વીફર્યા | If I speak it’s a problem even if I remain silent: Rajinikanth lashes out at trolls



photo 1782324802098

– પોતાની ફિલ્મ ધર્મન લોન્ચ કરતાં બળાપો કાઢ્યો

– કોઇ એકના પગલાંને દરેક આવકારશે તેવી અપેક્ષા રાખવી અવાસ્તવિક ગણાય: રજની    

ચેન્નાઈ : ૭૫ વર્ષની ઉંમરે પોતાની ૧૭૩મી ફિલ્મને લોન્ચ કરતાં સુપરસ્ટાર રજનીકાન્તે ચેન્નાઇમાં એક કાર્યક્રમમાં તેમના ટ્રોલર્સને આડા હાથે લેતાં જણાવ્યું હતું કે હવે જ્યારે કોઇ મને પ્રવચન આપવા માટે આમંત્રણ આપે ત્યારે મને ખચકાટ થાય છે કેમ કે જ્યારે પણ મને બોલવા જણાવાય ત્યારે મારા શબ્દો કાં તો મારા માટે અથવા તેમના માટે પ્રોબ્લેમ બની જાય છે. જો હું ચૂપ રહું તો તેઓ હું બોલતો કેમ નથી? મેં મારા મોંમાં લાડુ ભર્યાં છે કહી મારી મજાક ઉડાવે છે. 

જો હું કશું કહું તો તેઓ એમ કહે છે હવે તે શા માટે બોલે છે? તો બીજા વળી એમ કહે છે, તેણે બોલવું જ નહોતું જોઇતું. 

પોતાની એક દાયકાની જાહેર જીવનની યાત્રા પર નજર નાંખતાં સુપરસ્ટારે જણાવ્યું હતું કે હું સમજતો થયો છું કે લોકોનો મત ઘણીવાર તેમની જે તે વ્યક્તિ ભણીની લાગણીને આધારે ઘડાયેલો હોય છે. 

અમે જે કાંઇ કરીશું તે બધું લોકો ગમાડશે એમ વિચારવું મૂર્ખાઇ છે. કોઇના તમામ પગલાંને દરેક જણ આવકારશે તેવી અપેક્ષા રાખવી અવાસ્તવિક છે અને લોકોએ સાવધ રહેતાં શીખવું જ જોઇએ. 

જેના ત્રણ નિર્દેશકો બદલાઇ ચૂક્યા છે તે નવી ફિલ્મ ધર્મનનું રજનીકાન્તે ગુરૂવારથી શૂટિંગ શરૂ કર્યું હતું.

જેમાં રજની જીવલેણ ડોકટર તરીકે દેખાય છે તે ધર્મન ફિલ્મનું પોસ્ટર બુધવારે જારી કરાયું હતું.   



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤