બોડેલીમાં સ્ટ્રીટ લાઈટના પોલ નાંખવાની કામગીરીમાં જમીનમાં વાયર નાંખવા માટે પેવર બ્લોક કાઢી કામગીરી કરવાના બદલે તોડી નાંખતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
બોડેલી નગરપાલિકા દ્વારા શહેરમાં નવી સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન જમીનમાં વીજ વાયર નાંખવા માટે ફુટપાથ પર લગાવેલા પેવરબ્લોક કાઢીને ફરી ગોઠવવાના બદલે તોડી નાંખતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફુટપાથ પર લગાવેલા પેવરબ્લોક સરકારી ખર્ચે બનાવ્યા છે છતાં વાયરીંગની કામગીરી દરમિયાન પેવર બ્લોકને સાવચેતી પુર્વક કાઢવાને બદલે સીધા તોડી નાંખ્તા સરકારી સંપત્તિને નુકસાન થયુ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પેવરબ્લોક તુટવાથી સરકારના નાણાંનો બગાડ થયો છે. તેમજ કામગીરી પુર્ણ થયા બાદ ફુટપાથની સ્થિતિ પણ બિસ્માર બનવાની શકયતા છે. લોકો દ્વારા નગરપાલિકાને કામગીરીમાં યોગ્ય તકેદારી રાખી પેવરબ્લોકને નુકસાન પહોંચાડયા વિના કામ કરવાની માંગ કરી છે.




Leave a Comment