લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

પાલનપુરની ૮ વર્ષની દીકરીની કમાલઃ માત્ર ૭ દિવસમાં સર

by

Thenewsdk

Updated: 29-06-2026, 01.05 PM

Follow us:

પાલનપુરની ૮ વર્ષની દીકરીની કમાલઃ માત્ર ૭ દિવસમાં સર


બનાસકાંઠાના પાલનપુરની માત્ર ૮ વર્ષની દીકરી નિક્ષા બારોટે વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. અનુભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિક્ષાએ ભાગ લીધો હતો.

૧૬ મેથી શરૂ થયેલી આ કપરી યાત્રા દરમિયાન નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, અતિશય ઊંચાઈ, હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારો વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો. ૧૬ મે ૨૦૨૬ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ રોમાંચક ટ્રેકિંગની શરૂઆત થઈ હતી.ટ્રેકના પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી. જ્યાં શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ (એકલીમેટાઇઝેશન) બનાવવા માટે એક દિવસનો વિરામ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ વધીને નિક્ષા ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારો પાર કરીને આખરે ૨૨ મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

લુકલા ખાતે આશરે ૨,૮૬૦મીટરથી શરૂ થયેલી આ યાત્રા બેઝ કેમ્પના આશરે ૫,૩૬૪મીટર (૧૭,૫૯૮ ફૂટ)ની ઊંચાઈએ પૂર્ણ થઈ હતી.આ સમગ્ર અભિયાન અંદાજે ૧૩૦ કિલોમીટરથી વધુનું રહ્યું હતું, જેને નિક્ષાએ માત્ર એક સપ્તાહમાં પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેક દરમિયાન તેને માઈનસ ડિગ્રી ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા અને જાખમી રસ્તાઓ લાંબા સમય સુધી ટ્રેકિંગ કરવા જેવા અનેક કઠિન પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ રહી કે, નિક્ષાએ બેઝ કેમ્પ પર પહોંચીને યોગ કર્યા હતા અને ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોમાં દેશભક્તિનો અનોખો માહોલ સર્જી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, નિક્ષા બારોટ નાની ઉંમરથી જ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જાડાયેલી છે. આ પહેલાં માત્ર ૬ વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડનો કઠિન ‘કેદારકાંઠા ટ્રેક’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે ૪,૫૫૬ કિલોમીટર લાંબી સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. આ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી બદલ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તેને જિલ્લા સ્તરે સન્માનિત પણ કરવામાં આવી હતી. અને હવે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક તેની સાહસિક સફરનું વધુ એક ગૌરવશાળી છોગું બન્યું છે.જાકે નિક્ષાની આ સિદ્ધિને લઈને તેના માતા-પિતા અને જિલ્લાવાસીઓ ગર્વ લઈ રહ્યા છે.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤