નસવાડી તાલુકાના વદેશિયાથી તણખલા જવાના રસ્તા ઉપર વીજ પોલ નમી જતાં ખેડુતોએ લાકડાના ટેકા મુકી વીજ પોલને સહારો આપ્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીની માલિકીનો વીજ પોલ નમી ગયો છે. તેને રિપેરીંગ કરવામાં આવતો નથી. ચોમાસાની શઆત પહેલા તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરીના પરીપત્રનો અમલ નસવાડીમાં એમજીવીસીએલ દ્વારા કરવામાં આવતો નથી.
નસવાડી તાલુકાના વદેશિયાથી તણખલા જવાના રસ્તા ઉપર એક ખેડુતના ખેતરના છેડા ઉપર વીજ પોલ નમી ગયેલ છે. અને તેને રિપેર કરવા માટે એમજીવીસીએલ કં૫નીના લાઈનમેનો અને અધિકારીઓ કાળજી નહિ લેતા આ વીજ પોલ નમી ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હોવાથી ખેડુતના ખેતરમાં જીવતા વીજ વાયર પડે તો કોઈને કરંટ લાગી જાય તેવી ભિતીના લીધે ખેડુતે પોતાના ખેતરમાંથી વૃક્ષના લાકડાનો ટેકો મુકીને વીજ પોલને નીચે ન પટકાય તે માટે પ્રયાસો કર્યો છે. જયારે આ કામગીરી એમજીવીસીએલ વીજ કંપનીને કરવાની હોય છે. બે દિવસ પહેલા શિરા ફીડરમાં રાત્રિના સમયે એક વૃક્ષની ડાળી સળગી જતાં વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા પાંચ કલાક સુધી ૪૨ ગામોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો.




Leave a Comment