લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સંખેડાના પાણીયામાં વાહનોની અવરજવરથી નાળુ બેસી જશે તો ચોમાસામાં સંકટ સર્જાશે

by

Thenewsdk

Updated: 29-06-2026, 11.20 AM

Follow us:

સંખેડાના પાણીયામાં વાહનોની અવરજવરથી નાળુ બેસી જશે તો ચોમાસામાં સંકટ સર્જાશે


Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar News Samachar, Dahod News Samachar,Panchmahal News, ,Panchmahal-Dahod-Mahisagar News samachar.

સંખેડા તાલુકાના પાણિયા ગામના એપ્રોચ રોડ પર આવેલા બે પાઈપનાળા હાલ જોખમી હાલતમાં પહોંચી ગયા હોવાથી ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. આ રસ્તા પરથી રેતી ભરેલી ટ્રકોની સતત અવરજવર થતી હોવાથી જો કોઈ એક નાળું પણ બેસી જાય તો ગામનો સંપર્ક ખોરવાઈ શકે છે.

પાણિયા ગામ હાઈવેથી અંદાજે એક કિલોમીટર દૂર છે. ગામ તરફ જતાં માર્ગની નજીક રેતીનો સ્ટોક હોવાથી તેમાં રેતીના પરિવહન માટે દિવસભર ભારે ટ્રકોની સતત અવરજવર રહે છે. આ જ માર્ગ પર આવેલા બે પાઈપનાળા વર્ષો જૂના હોવાથી હવે તેમની હાલત બિસ્માર બની ગયા છે.

એપ્રોચ રોડની શ‚આતમાં આવેલા પ્રથમ પાઈપનાળાની આસપાસના પથ્થરો ઉખડવા લાગ્યા છે, તેમજ નાળા પર તિરાડો પણ પડી ગઈ છે. જ્યારે આગળ આવેલા બીજા પાઈપનાળામાંથી પણ પથ્થરો છૂટા પડી રહ્યા હોવાથી તેની મજબૂતી અંગે સવાલો ઊભા થયા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ભારે વજનવાળી રેતી ભરેલી ટ્રકોની સતત અવરજવરના કારણે બંને નાળાઓ પર વધુ ભાર પડી રહ્યો છે. જો સમયસર સમારકામ અથવા નવા નાળાઓનું નિર્માણ કરવામાં નહીં આવે તો કોઈપણ સમયે નાળું બેસી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા સંબંધિત વિભાગમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્રને બંને નાળાઓનું તાત્કાલિક નિરીક્ષણ કરીને જ‚રી સમારકામ અથવા નવા નાળાઓનું નિર્માણ કરવાની માંગ કરી છે.

એ નાળા ભાંગી પડે એવા છે અમારે ગામમાં આવવા-જવા માટેનો એક જ રોડ છે.તેની ઉપર બે નાળા આવેલા છે.એ નાળા ભાંગી પડે એવા છે.અહીંયા રેતીનો સ્ટોક કોઈ.પાર્ટીએ કરેલ છે.જેથી ટ્રકોની આવ-જા ચાલુ રહે છે.એને બંધ કરવા અમે સરપંચને રજુઆત કરી હતી. સરપંચે આગળ રજુઆત કરી છે. અશ્ર્વિન તડવી, પાણિયા

The post સંખેડાના પાણીયામાં વાહનોની અવરજવરથી નાળુ બેસી જશે તો ચોમાસામાં સંકટ સર્જાશે appeared first on Panchmahal Samachar.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤