સંખેડા તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી રહી છે.
સંખેડા તાલુકા પંચાયત ખાતે આ કેમ્પનું આયોજન કરાયું હતું. સંખેડાના ડેપ્યુટી સરપંચ સુનિલભાઈ રાણાના હસ્તે બાળકોને પોલિયો રસીકરણની શઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોકટરો, મેડિકલ ઓફિસર અને અન્ય આરોગ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી પાઉલ વસાવાએ પણ સંખેડાની મુલાકાત લીધી હતી. તેમણે દરેક નાગરિકોને શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી અવશ્ય અપાવવા અપીલ કરી હતી.




Leave a Comment