નસવાડી તાલુકા ના ગામે ગામ ખેતીવાડી વિભાગ દવારા ખેડૂતો ને ઓછા ખાતર ઉપયોગ કરી ખેતી કરવાની સમજ અપાઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક તેની કઈ મોટી અસર દેખાઈ પડી હોય તેમ લાગતું નથી.
જીલ્લા ક્વોલિટી વિભાગ દ્વારા આપવામાં આવેલ ખાતરની આંકડાકીય માહિતી મુજબ, નસવાડી તાલુકામા જૂન મહિનાના ૨૬ દિવસમા યુરિયા અને ડીએપી ખાતરનો ખુબ મોટી માત્રમા વેચાણ થયું છે. નસવાડી તાલુકા મા જૂન માસ મા યુરીયા કુલ ૧૦૩૪.૯૫૫ મેટ્રિક ટન અને ડીએપી કુલ: ૧૭૫.૯૫ મેટ્રિક ટન નું વેચાણ થયેલ છે. જયારે તારીખ ૨૬જૂન સુધીમાં નસવાડી તાલુકામાં ગવર્મેન્ટ સ્ટોરેજમાં ૯૫૦ ટન યુરીયા ખાતર નો જથ્થો ઉપલબ્ધ છે. નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો હોય ખેતીવાડી વિભાગ સાથે અન્ય વિભાગ ખેડૂતો ઓછા ખાતર થકી સારી ખેતી કરે તેવું માર્ગદશન આપવામાં આવે છે. છતાંય હજુ જોઈએ તેટલા ખેડૂતો તે તરફ વળ્યા નથી.
નસવાડી ટાઉન મા આવેલ ખાતર ની દુકાનો ઉપર દરરોજ સવાર થી ખાતર લેવા ખેડૂતો દોડાદોડ કરે છે. નસવાડી તાલુકામા ફક્ત એક વાર વરસાદ પડ્યો છે. જે વરસાદ બાદ ખેડૂતો ને સારા વરસાદ ની આશા હતી. તેવામાં વરસાદ હવે ખેંચાઈ જતા ખેડૂતો ચિતિત બન્યા છે. સારા વરસાદ ની આશા સાથે ખેડૂતો વરસાદની રાહ જોતા હોય ખાતર લઈ ગયા બાદ હવે વરસાદ પડે તેમ ખાતર નો ઉપયોગી બને તેમ છે.




Leave a Comment