લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

કવાંટમાં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શિશુવિહાર બાલમંદિર અને વિદ્યા વિનય સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો

by

Thenewsdk

Updated: 29-06-2026, 11.18 AM

Follow us:

કવાંટમાં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શિશુવિહાર બાલમંદિર અને વિદ્યા વિનય સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો


કવાંટમાં આવેલા શિશુવિહાર બાલમંદિર અને વિદ્યા વિનય પ્રાયમરી સ્કૂલ ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા, કિરીટભાઈ, તાલુકા પ્રમુખ મતી વર્ષાબેન, તેમજ સદ્ વિદ્યા કેળવણી મંડળના સભ્યો જૈન , મતી જયબેન, કેતનભાઈ, સંજયભાઈ શાહ અને જગદીશભાઈ હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. નાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું. ધોરણ ૪ અને ૫ના વિદ્યાર્થીઓએ શિક્ષણપ્રેરક નાટક અને નૃત્ય પ્રસ્તુત કર્યા હતા.

આ પ્રસંગે શિશુ-૧થી ધોરણ ૮ સુધીની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને કિરીટભાઈ પટેલ દ્વારા રોકડ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. દર્દી સહાયક ટ્રસ્ટ બરોડા દ્વારા વિદ્યાર્થીઓને ચોપડાઓ આપી સન્માનિત કરાયા.

અવિનાશભાઈ પંડ્યા તરફથી શાળાને એક્ટિવિટી માટે એલઈડી ટીવી ભેટમાં આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઈઅઝ પરીક્ષા, નવોદય પ્રવેશ પરીક્ષામાં સફળ થયેલા તેમજ ૧૦૦ ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીની બુહા જીનલ ભાવેશભાઈને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અને રાઠવા અનવરભાઈ જતનભાઈને બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤