લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

germany vs paraguay manuel neuer world cup retirement | Gujarat News

by

Thenewsdk

Updated: 30-06-2026, 10.17 PM

Follow us:

germany vs paraguay manuel neuer world cup retirement | Gujarat News


ચાર વખતની ચેમ્પિયન જર્મનીની ફિફા વર્લ્ડકપ 2026માં સફરનો અંત આવ્યો છે. સોમવારે 29 જૂને રમાયેલા રાઉન્ડ ઓફ 32 મેચમાં પેરાગ્વેએ પેનલ્ટી શૂટઆઉટમાં જર્મનીને 4-3થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. 

નિયમન સમય અને વધારાના સમય દરમિયાન બંને ટીમો 1-1થી બરાબર રહી હતી, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં જર્મની 1 ગોલથી પાછળ રહી ગયું.

આ હાર સાથે જર્મનીના દિગ્ગજ ગોલકીપર મેન્યુઅલ ન્યુઅરે ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી. 40 વર્ષના ગોલકીપર પહેલાથી જ સંકેત આપી ચૂક્યો હતો કે 2026નો ફિફા વર્લ્ડકપ તેનો છેલ્લો ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ હશે. ન્યુઅરે આ મેચમાં મેદાનમાં ઉતરીને ઈતિહાસ રચ્યો, પરંતુ તેને પોતાના નામે એક અનિચ્છનીય રેકોર્ડ પણ છોડી દીધો.

મેન્યુઅલ ન્યુઅરે અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો

આ મેચમાં મેદાનમાં ઉતરીને મેન્યુઅલ ન્યુઅરે ફિફા વર્લ્ડકપમાં જર્મની માટે સૌથી વધુ શરૂઆત કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો. ન્યુઅરે તેની 23મી વર્લ્ડકપ મેચ રમી, જેમાં તેને લોથર મેથ્યુસ (22) અને મીરોસ્લાવ ક્લોઝ (22) ને પાછળ છોડી દીધા. પરંતુ આ જ મેચમાં તેને એક અનિચ્છનીય રેકોર્ડ પણ બનાવ્યો, જેને તેની વિદાયને ઢાંકી દીધી.

મેન્યુઅલ ન્યુઅર હવે સતત 10 ફિફા વર્લ્ડકપ મેચોમાં ગોલ આપનાર વિશ્વનો બીજો ગોલકીપર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ મહાન મેક્સીકન ગોલકીપર એન્ટોનિયો કાર્બાજલના નામે હતો. તમને જણાવી દઈએ કે મેન્યુઅલ ન્યુઅરે છેલ્લે 2014ની ફાઈનલમાં ફિફા વર્લ્ડકપ મેચમાં ક્લીન શીટ રાખી હતી, જ્યારે જર્મનીએ આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. ત્યારથી તેને રમેલી દરેક વર્લ્ડકપ મેચમાં ઓછામાં ઓછો એક ગોલ સ્વીકાર્યો છે.

મેચ પછી મેન્યુઅલ ન્યુઅર થયો ઈમોશનલ

મેચ પછી મેન્યુઅલ ન્યુઅર ભાવુક થઈ ગયો હતો. તે પોતાના ઈન્ટરનેશનલ કરિયરનો અંત જીત સાથે કરવા માગતો હતો, પરંતુ એવું બન્યું નહીં. તેને કહ્યું કે “કોચે ડ્રેસિંગ રૂમમાં અમારી સાથે વાત કરી. અમે બધા ખૂબ જ નિરાશ છીએ. આજે અમારી પાસે જીતવા માટે જરૂરી નસીબ અને નિર્ણાયક ફાયદો ન હતો. અમે ઘણી સારી તકો બનાવી, પરંતુ તેને રૂપાંતરિત કરી શક્યા નહીં.”

તેને વધુમાં કહ્યું કે “જો કેટલાક ખેલાડીઓ પેનલ્ટી શૂટઆઉટ પહેલા વધુ આત્મવિશ્વાસ ધરાવતા હોત, તો પરિણામ કદાચ અલગ હોત. પરંતુ મને સૌથી વધુ અફસોસ એ છે કે અમે આ મેચ જીતી શક્યા હોત.”

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ… સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા





Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤