લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

FIFA World Cup 2026 Heatwave Why were the spectators upset in the FIFA World Cup a big reason emerged | Gujarat News

by

Thenewsdk

Updated: 30-06-2026, 02.26 PM

Follow us:

FIFA World Cup 2026 Heatwave Why were the spectators upset in the FIFA World Cup a big reason emerged | Gujarat News


ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચ વચ્ચે ડલ્લાસ-ફોર્ટ વર્થ વિસ્તારમાં મેચ જોવા આવી રહેલા હજારો ફૂટબોલ દર્શકો એક અદ્રશ્ય પણ અત્યંત ગંભીર પડકારનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી તાપમાનની માહિતી બહુ જોખમી નથી લાગતી, પરંતુ સ્ટેડિયમની બહાર રસ્તાઓ પરનો કોંક્રિટ અને ડામર દર્શકો માટે મુશ્કેલીઓનું મોટું કારણ બની રહ્યો છે.

હવામાન કરતાં જમીનની ગરમી વધુ ખતરનાક

હાલમાં વિવિધ વેધર એપ્લિકેશન્સ હવાનું તાપમાન 90°F (32°C) ની આસપાસ દર્શાવી રહી છે, જે સામાન્ય લાગે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રસ્તા અને ફૂટપાથની સપાટીનું તાપમાન 122°F (50°C) સુધી પહોંચી રહ્યું છે. દૂરના પાર્કિંગ લોટ, ટ્રેન સ્ટેશનો અને ખુલ્લા મેદાનોથી ચાહકોને લાંબું અંતર કાપીને પગપાળા સ્ટેડિયમ તરફ આવવું પડે છે, જેના કારણે તેઓ આ અસહ્ય ગરમીનો ભોગ બની રહ્યા છે.

કોંક્રિટ અને ડામર વધારી રહ્યા છે મુશ્કેલી

રાષ્ટ્રીય હવામાન સેવાના હવામાનશાસ્ત્રી જેનિફર ડનના જણાવ્યા અનુસાર, સિમેન્ટના કોંક્રિટ અને ખાસ કરીને કાળા ડામરના રસ્તાઓ સૂર્યની ગરમીને ખૂબ જ ઝડપથી શોષી લે છે અને ત્યારબાદ તેને વાતાવરણમાં પાછી છોડે છે. આ જ કારણ છે કે જમીનનું વાસ્તવિક તાપમાન સામાન્ય હવાના તાપમાન કરતાં ઘણું વધારે અનુભવાય છે.ડલ્લાસના વિવિધ ભાગોમાં પર્યાવરણીય પરિસ્થિતિઓના કારણે તાપમાનમાં 10°F (5.6°C) સુધીનો મોટો તફાવત જોવા મળી શકે છે. મોટા ઓપન પાર્કિંગ લોટ અને કોમર્શિયલ વિસ્તારો સૌથી વધુ ગરમ રહે છે, જ્યારે હરિયાળી અને વૃક્ષોવાળા વિસ્તારોમાં તાપમાન ઘણું હળવું હોય છે.

ચાહકોની ચિંતા વધી 

મેચ જોવા આવેલા આર્જેન્ટિનાના ચાહક મેથિયાસ મિલાને જણાવ્યું કે, ચાલતી વખતે કદાચ આંચકો ઓછો લાગે છે, પરંતુ ઇમારતોની વચ્ચે જેવા તમે ઊભા રહો છો, ગરમી તરત જ શરીરને ઘેરી લે છે.” જ્યારે સ્વીડનથી આવેલા વિક્ટર બ્લોમડાલે ઉમેર્યું કે, “આ પ્રચંડ તડકામાં થોડી મિનિટો ચાલવું પણ અત્યંત કઠિન છે, તેનાથી આખું શરીર તરત જ થાકી જાય છે.

આ પણ વાંચો –  FIFA World Cup 2026 : પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોની ઐતિહાસિક જીત, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤