લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

Metro Viral Video How to Kill Men book in womans hand in metro People were shocked to see it know the truth of the viral news | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 12.52 PM

Follow us:

Metro Viral Video How to Kill Men book in womans hand in metro People were shocked to see it know the truth of the viral news | Gujarat News


સોશિયલ મીડિયા પર આજકાલ એક અજીબોગરીબ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક મહિલા મેટ્રોમાં આરામથી મુસાફરી કરી રહી છે અને તેના હાથમાં એક પુસ્તક છે, જેના પર મોટા અક્ષરે લખ્યું છે: “હાઉ ટુ કિલ મેન” (પુરુષોને કેવી રીતે મારવા). પુસ્તકના આ ચોંકાવનારા શીર્ષકે મેટ્રોમાં હાજર મુસાફરોની સાથે-સાથે આખી ઇન્ટરનેટ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો અત્યાર સુધીમાં ૧૯ મિલિયન (૧.૯ કરોડ) થી વધુ વ્યુઝ અને ૪ લાખથી વધુ લાઈક્સ મેળવી ચૂક્યો છે.

ઇન્ટરનેટ પર શરૂ થઈ ચર્ચા, વિવાદાસ્પદ કેસ સાથે જોડાયું કનેક્શન

વીડિયોમાં મહિલા ખૂબ જ શાંતિથી આ પુસ્તક વાંચતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ક્લિપ વાયરલ થતાં જ યુઝર્સે તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોએ તેને માત્ર એક રમુજી મજાક ગણાવી છે, તો વળી કેટલાક લોકોએ આ વીડિયોને તાજેતરના ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ ‘સિયા કેસ’ સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા છેડી દીધી છે.

હાઉ ટુ મેન કિલ પુસ્તક વાંચતી મહિલા વાયરલ

જોકે, વાયરલ ક્લિપમાં એ સ્પષ્ટ નથી થતું કે મહિલા ખરેખર આખું પુસ્તક વાંચી રહી છે કે પછી તે માત્ર એક પ્રિન્ટેડ બુક કવર છે. માત્ર પુસ્તકના શીર્ષકના આધારે મહિલાની વિચારસરણી કે પુસ્તકની વાસ્તવિક સામગ્રી વિશે કોઈ પણ નિષ્કર્ષ કાઢવો ખોટો ગણાશે. વળી, આ વીડિયો કયા શહેરનો છે અને ક્યારનો છે, તેની કોઈ સત્તાવાર ચકાસણી થઈ નથી.

શું છે આ ‘હાઉ ટુ કિલ મેન’ પુસ્તકની અસલી વાર્તા?

ઘણા લોકો આ શીર્ષક વાંચીને તેને કોઈ ક્રાઈમ ગાઈડ સમજી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. આ પુસ્તકનું આખું નામ “હાઉ ટુ કિલ મેન એન્ડ ગેટ અવે વિથ ઇટ” (How to Kill Men and Get Away With It) છે, જેના લેખિકા કેટી બ્રેન્ટ છે. આ પુસ્તક એક પ્રખ્યાત સાયકોલોજિકલ થ્રિલર, ડાર્ક કોમેડી અને ક્રાઈમ ફિક્શન નવલકથા (Novel) છે. આ કાલ્પનિક વાર્તા ‘કિટ્ટી કોલિન્સ’ નામની યુવતીની છે. કિટ્ટી બહારની દુનિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સફળ અને આકર્ષક દેખાય છે, પરંતુ અંદરથી તે ભારે આક્રોશ અનુભવે છે. વાર્તામાં તે એવા પુરુષોને પોતાના નિશાના પર લે છે જેઓ મહિલાઓ સામે હિંસા, ઉત્પીડન કે શોષણ આચરે છે. તે કાયદાથી બચીને એક પછી એક ગુના કરે છે, પરંતુ પોલીસ તપાસ નજીક આવતા તેના રહસ્યો ખુલવાનો ડર ઊભો થાય છે.

શું આ કોઈ સાચી ઘટના પર આધારિત છે?

ના, આ બિલકુલ કાલ્પનિક નવલકથા છે. તેનો કોઈ વાસ્તવિક ગુના કે સાચી ઘટના સાથે સીધો સંબંધ નથી. લેખિકાએ સમાજમાં મહિલાઓ સામે થતી હિંસા, લિંગ અસમાનતા અને ઓનલાઈન કલ્ચર પર કટાક્ષ (Sarcasm) કરવા માટે ડાર્ક કોમેડીનો સહારો લીધો છે. આ માત્ર મનોરંજનના હેતુથી લખાયેલું પુસ્તક છે, કોઈ વાસ્તવિક ગુનો કરવાની માર્ગદર્શિકા નથી.

આ પણ વાંચો : TV Actress જાસ્મીન ભસીન ટર્મિનલ ઈલિટિસ બીમારીની થઈ શિકાર, જાણો લક્ષણો





Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤