લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

South actress Kayadu Lohars anger flared up the actress taught Roadside Romeo a lesson | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 12.29 PM

Follow us:

South actress Kayadu Lohars anger flared up the actress taught Roadside Romeo a lesson | Gujarat News


સાઉથ અને પ્રાદેશિક સિનેમાની જાણીતી અભિનેત્રી કયાડુ લોહારે તાજેતરમાં જ પોતાના સ્કૂલના દિવસોનો એક અત્યંત ચોંકાવનારો અને હિંમતભર્યો કિસ્સો શેર કર્યો છે. રસ્તા પર થતી જાતીય સતામણી (ઇવ-ટીઝિંગ) સામે અવાજ ઉઠાવતા કયાડુએ જણાવ્યું કે, કેવી રીતે તેણે સતત છેડતી કરતા છોકરાઓથી કંટાળીને ત્રીજા દિવસે એવો બદલો લીધો કે એક છોકરો ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.

બે દિવસ અવગણ્યું, પણ ત્રીજા દિવસે ગુસ્સો ફાટી નીકળ્યો

પોતાના શાળાના દિવસોને યાદ કરતાં કયાડુએ જણાવ્યું કે, “જ્યારે હું ૧૦મા ધોરણમાં હતી, ત્યારે ઘરની નજીક જ ટ્યુશન ક્લાસમાં જતી હતી. તે સમયે રસ્તામાં કેટલાક છોકરાઓ નિયમિત મારી છેડતી કરતા અને ચીડવતા હતા. પહેલા દિવસે મેં વિચાર્યું કે ‘ઠીક છે, જવા દો’ અને તેને અવગણ્યું. બીજા દિવસે પણ મેં એવું જ કર્યું. પરંતુ ત્રીજા દિવસે પાણી માથા પરથી પસાર થઈ ગયું અને મારાથી આ સહન ન થયું.”

કયાડુ લાહોર, મને એટલો ભયંકર ગુસ્સો આવ્યો

ત્યારબાદ કયાડુનો ગુસ્સો એ રીતે ફાટી નીકળ્યો કે જેની પેલી ગેંગે કલ્પના પણ નહીં કરી હોય. કયાડુએ આગળ કહ્યું, “મને એટલો ભયંકર ગુસ્સો આવ્યો કે મેં નીચેથી એક મોટો પથ્થર ઉપાડ્યો અને સીધો તેમના તરફ ફેંક્યો. તે પથ્થર એક છોકરાના માથા પર જોરથી વાગ્યો, જેના કારણે તેનું માથું ફાટી ગયું. તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને હું ત્યાંથી તાત્કાલિક ભાગી ગઈ. તે પછી તે છોકરાનું શું થયું, તેની મને ખબર નથી.”

“હું શાંત છું, પણ ખોટું સહન નથી કરતી”

પોતાના આ પગલાને “હિંસક” ગણાવતા કયાડુએ સ્વીકાર્યું કે આ રીતે કોઈનું માથું તોડવું યોગ્ય નહોતું, પરંતુ તે સમયે સગીર વયે પોતાની રક્ષા માટે તેને જે યોગ્ય લાગ્યું તે તેણે કર્યું. કયાડુએ ઉમેર્યું, “હું સ્વભાવે ખૂબ જ શાંત વ્યક્તિ છું, પરંતુ હું ક્યારેય મારી કે અન્ય કોઈની સાથે ખોટું થતું સહન કરી શકતી નથી.”

કયાડુ લોહારનું શાનદાર વર્કફ્રન્ટ

આસામની વતની કયાડુ લોહાર આગામી સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે. તે ટૂંક સમયમાં જ દિગ્દર્શક આકાશ ભાસ્કરનની ફિલ્મ ‘ઇધાયમ મુરલી’ (અથર્વ સ્ટારર) અને જી.વી. પ્રકાશ કુમારની ફિલ્મ ‘ઈમોર્ટલ’ માં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, તેની પાસે સાઉથ સુપરસ્ટાર દુલકર સલમાનની ‘આઈ એમ ગેમ’, પૃથ્વીરાજ સુકુમારનની ‘ખલીફા’ અને નેચરલ સ્ટાર નાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ પેરેડાઈઝ’ જેવા મોટા પ્રોજેક્ટ્સ લાઈનઅપમાં છે.

આ પણ વાંચો : Gaurav Khanna: પત્ની આકાંક્ષા ચમોલા સાથે છૂટાછેડાના સમાચાર પર ગૌરવ ખન્નાએ તોડયું મૌન



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤