લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગોધરા APMC દ્વારા અટલ ઉદ્યાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

by

Thenewsdk

Updated: 02-07-2026, 02.43 AM

Follow us:

ગોધરા APMC દ્વારા અટલ ઉદ્યાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર વિભાગના આદેશ અન્વયે તેમજ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, પંચમહાલ, ગોધરાની સૂચનાઓ અનુસાર સમગ્ર પંચમહાલ જિલ્લામાં તા.29 જૂનથી તા.6 જુલાઈ દરમિયાન સહકાર સપ્તાહક્રની ઉજવણીનું આયોજન કરાયું છે. આ ઉજવણી અંતર્ગત જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓમાં સહકારી ભાવનાને વેગ આપતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

સહકાર સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા સહકારી સંઘ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામ હોદેદારો, મહાનુભાવો, અધિકારીઓ અને સભ્યોએ સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે સામૂહિક સહકાર પ્રતિજ્ઞા લીધી હતી.

બીજા દિવસે પર્યાવરણ જતનના સંદેશ સાથે અટલ ઉદ્યાન, ગોધરા ખાતે વૃક્ષારોપણના વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના હસ્તે તેમજ વિવિધ સહકારી સંસ્થાઓના અધિકારીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો સંકલ્પ લેવાયો હતો. ત્રીજા દિવસે એ.પી.એમ.સી.ના મુખ્ય યાર્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. જેમાં વેપારીઓ, ખેડૂતો અને સહકારી આગેવાનો જોડાનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤