મારું ગુજરાત
Ahmedabad News: અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક | Gujarat News

IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત 1997ની બેચના અધિકારી છે. તેઓ ભાવનગરમાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ પર રહ્યા પછી તેમની બદલી પાટણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની વડોદરાના રેન્જ આઈજી તરીકે બદલી કરાઈ હતી. વડોદરા બાદ તેમને રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતાં. તેઓ વડોદરાના પણ પોલીસ કમિશનર રહ્યા હતાં. તેમની આઈબીમાં પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આઈબીમાંથી તેમને ફરીવાર વડોદરાના કમિશનર તરીકે નિયુક્ત કરાયા હતાં. વડોદરા બાદ રાજ્ય સરકારે તેમને સુરતના પોલીસ કમિશનર તરીકે નિમ્યા હતાં. અમદાવાદના નવા પોલીસ કમિશનર બનેલા અનુપમસિંહ ગેહલોત મુળ ઉત્તર પ્રદેશના વતની છે. તેમણે B.E અને M.TECHનો અભ્યાસ કર્યો છે.
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક રાજ્યના ડીજીપી બન્યા બાદ શહેરના પોલીસ કમિશનર તરીકેની જગ્યા ખાલી હતી. આ જગ્યા પર જી.એસ.મલિકને ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો હતો. જો કે, રથયાત્રાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અમદાવાદના પોલીસ કમિશ્નરની ટૂંકાગાળામાં નિયુક્તિ કરી હોવાનું જાણવા મળ્યું છે. અનુપમસિંહ ગેહલોત ગુજરાતના મોટા શહેરોમાં પણ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેમના અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.



Leave a Comment