થરાદ : સ્થાનિક શૈક્ષણિક સંસ્થા શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે 29 જૂનના રોજ ભારતીય આંકડાશાસ્ત્રના જનક પ્રો. પી. સી. મહાલનોબિસની જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ડો. આર. વી. પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના તજજ્ઞ શિક્ષક નીતેશકુમાર ટી. બારોટે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમણે પોતાના ધારદાર વક્તવ્યમાં પ્રો. મહાલનોબિસના પ્રદાન અને દેશના આર્થિક આયોજનમાં આંકડાશાસ્ત્રની અનિવાર્ય ભૂમિકા વિશે સરળ શૈલીમાં પ્રકાશ પાડયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો




Leave a Comment