લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gujarat Weather : રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે | Gujarat News

by

Thenewsdk

Updated: 02-07-2026, 03.43 PM

Follow us:

Gujarat Weather : રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે | Gujarat News


ગુજરાતમાં ચોમાસાની જામી રહેલી સિઝન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ,સંઘપ્રદેશ દમણમાં આભ ફાટ્યું હોય તેમ 24 કલાકમાં સૌથી વધુ 132.8 મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એકસાથે પાંચ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. 

તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે, આજે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, વડોદરા, તાપી, ડાંગ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા જણાવ્યું

આજે રાજકોટ અને અમરેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે.જ્યારે જામનગર, દ્વારકા અને બોટાદમાં પણ મેઘરાજાની હાજરી નોંધાશે.રાજ્યના પાટનગર અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. રાજ્યભરમાં જામી રહેલા આ વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤