લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Monsoon 2026 : ગીર સોમનાથના સુત્રાપાડામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા અને મુખ્ય માર્ગો બંધ | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 08.18 AM

Follow us:

Monsoon 2026 : ગીર સોમનાથના સુત્રાપાડામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા અને મુખ્ય માર્ગો બંધ | Gujarat News


ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સતત જોવા મળી રહ્યું છે. સુત્રાપાડા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની સવારી યથાવત રહેતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સુત્રાપાડામાં અતિભારે 13 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ આકાશી આફતના કારણે સ્થાનિક નદી-નાળા છલકાયા છે અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.

મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા 

વરસાદનું જોર એટલું વધારે હતું કે સુત્રાપાડાના કનેહર વિસ્તારમાં આવેલા મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જતાં મોલ ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. 

વાવડી ગામમાં પણ પૂર જેવી ગંભીર સ્થિતિ 

આ ઉપરાંત, સુત્રાપાડાના વાવડી ગામમાં પણ પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વાવડી ગામથી સુત્રાપાડાને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને અનેક વાહનો અટવાયા છે.

સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર 

સુત્રાપાડા પંથકમાં હજુ પણ વરસાદની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો—-    Monsoon 2026 : વલસાડમાં સવાર-સવારમાં જ મેઘરાજાની જોરદાર બેટિંગ, મૂશળધાર વરસાદથી આખું શહેર બેટમાં ફેરવાયું



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤