લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Weather Update: ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વરસાદી માહોલ જામ્યો, Video | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 08.31 AM

Follow us:

Weather Update: ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વરસાદી માહોલ જામ્યો, Video | Gujarat News


ભારતીય હવામાન વિભાગ (IMD)એ ફરી એકવાર દેશના 16 રાજ્યો માટે ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક વિસ્તારોમાં 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે વીજળી પડવાની પણ શક્યતા છે. તેથી આગામી દિવસોમાં મુસાફરી અથવા બહાર નીકળતા પહેલાં હવામાનની તાજી માહિતી તપાસવી જરૂરી છે.

આગામી પાંચથી છ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે

IMD મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર (લો પ્રેશર એરિયા) સર્જાયું છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે દેશના મધ્ય ભાગોમાં આગામી પાંચથી છ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશના બાકી વિસ્તારો, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે.

https://twitter.com/ANI/status/2072875778690478515

આગામી દિવસોમાં ક્યાં રહેશે ભારે વરસાદ?

હવામાન વિભાગના અંદાજ મુજબ 2થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કોંકણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 2થી 4 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઓડિશામાં 3 અને 4 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. ઉપરાંત 3થી 5 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

https://twitter.com/ANI/status/2072869750255108324

તેજ પવન અને વીજળીથી સાવચેત રહેવાની સલાહ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ભારે વરસાદ ઉપરાંત ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠો ખોરવાવા અને વાહનવ્યવહાર પર અસર થવાની સંભાવના છે. સાથે જ ખુલ્લા મેદાનો, ખેતીવાડી વિસ્તારો અને ઊંચી જગ્યાઓ પર વીજળી પડવાનો ખતરો પણ રહેલો છે.

https://twitter.com/ANI_MP_CG_RJ/status/2072866128498745355

પ્રવાસ પહેલાં હવામાન અપડેટ જરૂર તપાસો

જો તમે આગામી દિવસોમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો હવામાનની તાજી આગાહી તપાસવી અત્યંત જરૂરી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક જામ, ટ્રેન અને ફ્લાઇટ સેવાઓમાં વિલંબ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને ભારે વરસાદવાળા વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવી અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું વધુ સુરક્ષિત રહેશે. ચોમાસું આગામી કેટલાક દિવસો સુધી સક્રિય રહેવાની સંભાવના હોવાથી લોકો સતર્ક રહે અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા અપડેટ્સ પર સતત નજર રાખે તેવી સલાહ આપવામાં આવી છે.





Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤