ગુજરાતમાં પ્રિ-મોન્સૂન બાદ હવે વિધિવત ચોમાસાએ ધમાકેદાર સ્પીડ પકડી લીધી છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, ગુજરાત અને તેની આસપાસના વાતાવરણમાં એકસાથે ૬ મોટી અને શક્તિશાળી વરસાદી સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, હાલમાં ઓફ-શોર ટ્રફ, શેયર્ડ ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સિઝનલ ટ્રફ અને બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર એકસાથે ભેગું થતાં ગુજરાત તરફ પૂરતા પ્રમાણમાં ભેજવાળા પવનો ખેંચાઈ આવ્યા છે. આ સિસ્ટમના કારણે આગામી ૭ દિવસ સુધી રાજ્ય સરવાળે જળમગ્ન રહેશે.
આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે
આગાહી મુજબ, આગામી 48 કલાક રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ભારે સાબિત થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વાદળ ફાટવા જેવી અથવા અતિભારે વરસાદી આફત આવી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં પણ નદીઓમાં પૂર આવે તેવો વરસાદ ખાબકવાની ગંભીર ચેતવણી છે. વહીવટી તંત્રે SDRF અને NDRF ની ટીમોને સ્ટેન્ડબાય રાખવા માટે કંટ્રોલ રૂમને આદેશ આપી દીધા છે.




Leave a Comment