લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

10 minutes of yoga every morning will bring great physical benefits | Gujarat News

by

Thenewsdk

Updated: 04-07-2026, 02.04 PM

Follow us:

10 minutes of yoga every morning will bring great physical benefits | Gujarat News


આજના ભાગદોડભર્યા જીવનમાં સમયનો અભાવ એક મોટી સમસ્યા બની ગયો છે. મોટાભાગના લોકો પાસે સવારે લાંબી કસરત કે જિમમાં જવાનો સમય હોતો નથી. પરિણામે, ઘણા લોકો કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ વિના જ પોતાના દિવસની શરૂઆત કરે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જોકે, ફિટનેસ નિષ્ણાતોના મતે તંદુરસ્ત રહેવા માટે કલાકો સુધી પરસેવો પાડવો જ જરૂરી નથી. રોજ સવારે માત્ર ૧૦ મિનિટનો યોગ પણ તમારા શરીરને સક્રિય કરવા, મનને શાંત રાખવા અને આખો દિવસ એનર્જી જાળવી રાખવા માટે પૂરતો છે. આ ટૂંકી સવારની યોગ દિનચર્યા શરીરને ધીમેધીમે જાગૃત કરે છે અને લાંબા સમય સુધી બેસી રહેવાથી થતી જડતા ઘટાડવામાં મદદ કરે છે.

૧૦ મિનિટનો શોર્ટ યોગ રાખતે તંદુરરસ્ત સ્વાસ્થ્ય

ઘણા લોકોને લાગે છે કે ૧૦ મિનિટ યોગાસન કરવું મુશ્કેલ છે. યોગાસન માટે આ સમય ઓછો હોવાનું માનતા લોકો કરવાનું ટાળે છે. પરંતુ નિયમિત રીતે યોગાસન કરવામાં આવે તો આ ટૂંકો સમય પણ અદભુત પરિણામો આપી શકે છે. તંદુરસ્ત રહેવા ફક્ત પૌષ્ટીક આહાર કે શારીરિક કસરત કરવી જ જરૂરી નથી. શોર્ટ સમયના યોગાસન શારીરિક જ નહીં પરંતુ મોટી માનસિક રાહત પણ આપશે.

જાણો 10 મિનિટ શોર્ટ યોગના ફાયદા

બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો: સવારે યોગ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ (Blood Circulation) સુધરે છે, જેનાથી ઓક્સિજન દરેક અંગો સુધી યોગ્ય રીતે પહોંચે છે.

નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય છે: સવારના આસનો તમારી નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, જે માનસિક તણાવ ઓછો કરવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છે.

સ્નાયુઓની જડતા દૂર કરે છે: જે લોકો ઓફિસમાં કલાકો સુધી સતત ખુરશી પર બેસીને કામ કરે છે, તેમના પીઠ અને ગરદનના સ્નાયુઓ અકડાઈ જાય છે. સવારના સ્ટ્રેચિંગ આસનો આ જડતાને દૂર કરે છે.

મેટાબોલિઝમ અને ઇન્સ્યુલિનમાં સુધારો: ફિટનેસ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટૂંકા વર્કઆઉટ સ્નાયુઓને એક્ટિવ રાખે છે, જેનાથી શરીરની દૈનિક કેલરી બર્ન કરવાની ક્ષમતા (Metabolism) વધે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધરે છે.

શું ૧૦ મિનિટનો યોગ દરેક લક્ષ્ય માટે પૂરતો છે?

નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે જો તમારો હેતુ રોજિંદા જીવનમાં ફિટ રહેવાનો, તણાવમુક્ત રહેવાનો અને શરીરને એક્ટિવ રાખવાનો છે, તો ૧૦ મિનિટનો યોગ બેસ્ટ ઓપ્શન છે. પરંતુ, જો તમારું લક્ષ્ય મસલ માસ વધારવાનું, બોડી બિલ્ડિંગ કરવાનું અથવા શરીરની રચનામાં મોટો ફેરફાર કરવાનું હોય, તો તમારે લાંબા સત્રો અને વિવિધ પ્રકારની વેઇટ ટ્રેનિંગ કે હાર્ડ વર્કઆઉટની જરૂર પડશે. કંઈ ન કરવા કરતાં સવારે માત્ર ૧૦ મિનિટ યોગાસન કે સ્ટ્રેચિંગ કરવું એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ અને પ્રશંસનીય રોકાણ છે. આજે જ તમારી સવારની દિનચર્યામાં તેને સામેલ કરો

 

આ પણ વાંચો : Fatty Liver Reverse Tips: ફેટી લિવર માટે વૉક, યોગ કે જિમ, જાણો કઈ કસરત છે સૌથી અસરકારક?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤