લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

Walking Tips : સવારે 30 મિનિટ ચાલવાના છે અદભુત ફાયદા, વજન ઘટશે અને હૃદય રહેશે તંદુરસ્ત | Gujarat News

by

Thenewsdk

Updated: 04-07-2026, 03.47 PM

Follow us:

Walking Tips : સવારે 30 મિનિટ ચાલવાના છે અદભુત ફાયદા, વજન ઘટશે અને હૃદય રહેશે તંદુરસ્ત | Gujarat News


આજના ડિજિટલ અને બિઝી લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. બાળકો હોય કે પછી વયસ્ક દરેક શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે સ્વાસ્થ્ય સમસ્યાના શિકાર થાય છે. હેલ્થ નિષ્ણાતોના મતે, શરીરને રોગમુક્ત રાખવા જીમમાં જવું જરૂરી નથી. તમે દરરોજ ફક્ત 30 મિનિટ વોકિંગ કરીને પોતાની હેલ્ધ તંદુરસ્ત રાખી શકો છો. નિયમિતતા એ જ સારા સ્વાસ્થ્યની ચાવી છે, તેથી આજથી જ રોજ ૩૦ મિનિટ ચાલવાનો સંકલ્પ કરો અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ કદમ વધારો!

હેલ્ધી રહેવા ફક્ત વોકિંગ કરવાથી થશે લાભ

વૉકિંગ એટલે કે ચાલવું એ એક એવી સરળ, સલામત અને ફ્રી કસરત છે, જેને કોઈપણ ઉંમરની વ્યક્તિ પોતાની દિનચર્યામાં સામેલ કરી શકે છે. આ માટે તમારે ઘરમાં મોંઘા જીમના સાધનો લાવવા જરૂરી નથી. ના તો જીમમાં જવાની જરૂર છે. બગીચામાં અથવા તો સારી જગ્યા પર તમે ફક્ત 30 મિનિટ ચાલશો તો શારીરિક જ નહીં માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે. ચાલવાને લઈને એક સંસોધન હાથ ધરાયું હતું. આ રિપોર્ટ અનુસાર, દરરોજ નિયમિત ૩૦ મિનિટ ચાલવાથી સ્વાસ્થ્યને અદભુત ફાયદા થાય છે.

30 મિનિટ ચાલવાના અદભૂત ફાયદા

  • હૃદય રહે છે હેલ્ધી: વૉકિંગ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન (રક્ત પ્રવાહ) સુધરે છે, જેનાથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનું જોખમ ઘટે છે.
  • વેઇટ લોસમાં મદદરૂપ: જો તમે વજન નિયંત્રિત કરવા માંગો છો, તો રોજની ૩૦ મિનિટની વોક કેલરી બર્ન કરવામાં ખૂબ મદદ કરે છે.
  • મજબૂત હાડકાં અને સ્નાયુઓ: નિયમિત ચાલવાથી પગના સ્નાયુઓ ટોન થાય છે અને હાડકાંની મજબૂતી વધે છે.
  • માનસિક તણાવમાંથી મુક્તિ: વૉકિંગ કરવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે, જે સ્ટ્રેસ ઓછો કરી મૂડ સુધારે છે અને રાત્રે નસકોરાં વગરની બેસ્ટ ઊંઘ લાવવામાં મદદ કરે છે.
  • પાચનશક્તિ સુધરે છે: જમ્યા પછી કે સવારે ચાલવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને પાચનક્રિયા સરસ રહે છે.

ચાલવાનો સાચો સમય અને યોગ્ય રીત

વૉકિંગનો પૂરો ફાયદો ત્યારે જ મળે જ્યારે તે સાચી ટેકનિકથી કરવામાં આવે. ચાલતી વખતે તમારું શરીર એકદમ સીધું હોવું જોઈએ. નીચે જોવાને બદલે સીધા સામે જુઓ અને હાથને કુદરતી રીતે આગળ-પાછળ હલાવો.  શરૂઆત ધીમી ગતિથી કરો અને શરીર ગરમ થયા પછી ધીમે-ધીમે સ્પીડ (બ્રિસ્ક વોક) વધારો.  હંમેશા વૉકિંગ માટે કમ્ફર્ટેબલ કપડાં અને સારી ગ્રીપવાળા સ્પોર્ટ્સ શૂઝ જ પહેરો. વૉકિંગ માટે સવાર કે સાંજનો સમય બેસ્ટ માનવામાં આવે છે કારણ કે ત્યારે વાતાવરણ ખુશનુમા અને ઠંડુ હોય છે. જો સવારે સમય ન મળે, તો તમે દિવસમાં ગમે ત્યારે સમય કાઢીને ચાલી શકો છો.

આ પણ વાંચો : Floor Cleaning Tips: ઘરના ફ્લોરને અરીસા જેવો ચમકાવવો છે? અપનાવો આ સરળ ઘરેલું ઉપાયો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤