Breaking News: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં સિંહના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં માલધારીના ઘર નજીક સિંહે અચાનક હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો LIVE વીડિયો પણ સામે આવ્યો છે, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગરજીયા ગામે માલધારી યુવક પર સિંહનો હુમલો
મળતી માહિતી મુજબ, માલધારી યુવક પોતાના ઘર નજીક હાજર હતો, ત્યારે અચાનક સિંહે તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ
સિંહના હુમલાની આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રહેણાંક વિસ્તાર નજીક જ સિંહની હિલચાલ નોંધાઈ છે. વીડિયોમાં હુમલાની ક્ષણો કેદ થતાં લોકો પણ ચોંકી ઉઠ્યા છે.




Leave a Comment