લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

Gold-Silver Price Today : સોનાં-ચાંદીના ભાવ તૂટ્યા, ક્રૂડ ફરી ઉછળ્યું; ભાવ 73 ડોલરને પાર

by

Thenewsdk

Updated: 08-07-2026, 06.58 PM

Follow us:

અમદાવાદ ઝવેરી બજારમાં આજે 995 ક્વોલિટી સોનાનો ભાવ રૂ.1,47,700 અને 999 ક્વોલિટી સોનાનો ભાવ રૂ.1,48,000 રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો અને તે રૂ.2,32,000 પ્રતિ કિલો પર આવી ગઈ હતી. બજારના જાણકારોનું માનવું છે, કે ડોલરમાં નબળાઈ અને આયાતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઘટાડાની શક્યતાએ સ્થાનિક બજારમાં સોનું-ચાંદી દબાણ હેઠળ રાખ્યા છે.

મુંબઈ બુલિયન માર્કેટમાં પણ કડાકો
મુંબઈ બુલિયન માર્કેટમાં જીએસટી વગર 995 ક્વોલિટી સોનાનો ભાવ રૂ.1,43,506 અને 999 ક્વોલિટી સોનાનો ભાવ રૂ.1,44,083 રહ્યો હતો. ચાંદીમાં અહીં વધુ મોટો ઘટાડો નોંધાયો અને ભાવ રૂ.6,000 તૂટીને રૂ.2,27,200 પ્રતિ કિલો પર આવ્યા હતા. પ્લેટિનમના ભાવમાં પણ નરમાઈ રહી અને 10 ગ્રામનો ભાવ રૂ.57,095 સુધી આવ્યો હતો.

વિશ્વ બજારમાં સોનામાં ભારે ઉતાર-ચઢાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આજે ભારે વોલેટિલિટી જોવા મળી હતી. એક તબક્કે સોનાનો ભાવ ઔંસદીઠ 4,116 ડોલર સુધી સરક્યો હતો, પરંતુ બાદમાં ફરી ઉછળી 4,173-4,174 ડોલર સુધી પહોંચી ગયો હતો. જાણકારોનું કહેવું છે કે નીચા સ્તરે ફંડો દ્વારા ખરીદી વધતા સોનાને સપોર્ટ મળ્યો હતો. ચાંદીના ભાવ પણ 60.41 ડોલરથી ઉછળી 61.66-61.67 ડોલર પ્રતિ ઔંસ આસપાસ રહ્યા હતા.

હોર્મુઝ તણાવ વચ્ચે ક્રૂડ ફરી 73 ડોલર પાર
મિડલ ઈસ્ટમાં વધતા તણાવની વચ્ચે ક્રૂડના ભાવમાં ફરી ઉછાળો આવ્યો હતો. હોર્મુઝ રૂટ પર જહાજ પર હુમલાના અહેવાલો બાદ બજારમાં ચિંતા વધી અને ખરીદી તેજ બની હતી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલદીઠ 73.31 ડોલર સુધી ગયો હતો, જ્યારે યુએસ ક્રૂડ 68.98 ડોલર આસપાસ ટ્રેડ થતો હતો. પુરવઠા અને જિયોપોલિટિકલ અનિશ્ચિતતાના કારણે કોમોડિટી માર્કેટમાં આગળ પણ અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤