લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Meta Launches Muse Image : AI રેસમાં મેટાની મોટી એન્ટ્રી, ચેટજીપીટી અને જેમિનીને પડકારવા ‘Muse Image’ લોન્ચ

by

Thenewsdk

Updated: 09-07-2026, 05.19 PM

Follow us:

નવી AI ઈમેજ જનરેશન સિસ્ટમ Muse Image લોન્ચ કરી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા માટે આ પહેલું ઇન-હાઉસ AI ઈમેજ મોડલ છે, જે માત્ર લખેલા પ્રોમ્પ્ટ પરથી જ નહીં, પરંતુ ફોટો, સ્કેચ અને અન્ય રેફરન્સના આધારે પણ નવી તસવીરો તૈયાર કરી શકે છે.

ફોટો, સ્કેચથી પણ બનશે ઇમેજ

મેટા સુપરઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા તૈયાર કરાયેલું આ મોડલ અગાઉની ઘણી AI ટૂલ્સ કરતાં વધુ એડવાન્સ માનવામાં આવી રહ્યું છે. મેટાના જણાવ્યા મુજબ, Muse Image યુઝરની સૂચનાઓને વધુ ચોકસાઈથી સમજી શકે છે. યુઝર કોઈ ફોટામાં સીધું ડ્રોઈંગ કરીને ફેરફાર કરી શકશે, ચોક્કસ ભાગ બદલવાની સૂચના આપી શકશે અથવા અનેક તસવીરોને મર્જ કરીને નવી ઈમેજ બનાવી શકશે.

ક્રિએટીવ ડિઝાઇન માટે બનશે મદદગાર

મેટાના નવા ટૂલનો ઉપયોગ પોસ્ટર, ઈન્વિટેશન કાર્ડ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઇલસ્ટ્રેશન અને અન્ય ક્રિએટીવ ડિઝાઇન તૈયાર કરવા માટે થઈ શકશે. કંપનીનો દાવો છે, કે આ મોડલ યુઝર્સને વધુ ઝડપી અને પર્સનલાઈઝ્ડ રીતે ઈમેજ જનરેટ કરવાની સગવડ આપશે, જેથી કન્ટેન્ટ ક્રિએશન વધુ સરળ બનશે.

Muse Videoનો પણ પ્રિવ્યૂ

Muse Image સાથે જ મેટાએ Muse Videoનો પણ પ્રિવ્યૂ રજૂ કર્યો છે. આ મોડલ ટેક્સ્ટ અથવા તસવીરોના આધારે વીડિયો તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. મેટા સુપરઈન્ટેલિજન્સ લેબ્સના વડા એલેક્ઝાન્ડર વાંગના મુજબ, જ્યારે યુઝર પોતાના જીવન સાથે જોડાયેલા ફોટા અને માહિતીનો ઉપયોગ કરે છે, ત્યારે આ ટૂલ સૌથી સારો અને વધુ રિલેવન્ટ પરિણામ આપે છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤