લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Junagadh News : જૂનાગઢમાં પ્રેમ પ્રકરણની અદાવતનો હાઈવોલ્ટેજ ડ્રામા, યુવતીએ પૂર્વ પ્રેમીની કારમાં કરી તોડફોડ

by

Thenewsdk

Updated: 14-07-2026, 06.13 PM

Follow us:

જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. પ્રેમ સંબંધના જૂના વિવાદને લઈને યુવતીએ જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. હનીટ્રેપ કેસમાં સંડોવાયેલી યુવતીએ વકીલ દ્વારા ફરિયાદ પરત ન ખેંચાતા રોષે ભરાઈ જાહેરમાં હોબાળો મચાવ્યો હતો અને પૂર્વ પ્રેમીની પાર્ક કરેલી કારમાં લાકડી અને પથ્થરો વડે તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જાહેરમાં કારના કાચ તોડ્યા
મળતી માહિતી મુજબ, તળાવ દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારમાં એક યુવકે પોતાની કાર પાર્ક કરી હતી. આ દરમિયાન ત્યાં પહોંચેલી યુવતીએ અચાનક ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કાર પર હુમલો શરૂ કર્યો હતો. યુવતીએ લાકડી અને પથ્થર વડે કારના કાચ સહિતના ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. જાહેર રસ્તા પર ચાલેલી આ ઘટનાને જોવા માટે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રેમ સંબંધના વિવાદ બાદ લીધો બદલો?
પ્રાથમિક માહિતી મુજબ, યુવક અને યુવતી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. જો, કે બાદમાં બંને વચ્ચે વિવાદ થયો હતો અને અદાવત વધી હતી. આ પહેલા પણ બંને પક્ષો વચ્ચે પોલીસ ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. જૂના પ્રેમ સંબંધ અને થયેલા વિવાદને કારણે યુવતીએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે.

વીડિયો વાયરલ, પોલીસ તપાસ શરૂ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વાયરલ વીડિયો, સ્થાનિકોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રોડ પર વકીલની ગાડીના કાચ તોડી નુકસાન કરવા બદલ અને કાયદો હાથમાં લેવા બદલ પોલીસ હવે આ યુવતી સામે તોડફોડ અને ધાકધમકીનો નવો ગુન્હો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤